Ahmedabad to Keshod flight: એલાયન્સ એરે શરૂ કરી અમદાવાદ કેશોદ ફ્લાઈટ, જાણો ભાડું અને સમય
Ahmedabad to Keshod flight price: બજેટ એરલાઇન એલાયન્સ એર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, તે અમદાવાદ અને કેશોદ વચ્ચે અઠવાડિયામાં ત્રણ દિવસ ફ્લાઇટ્સ ચલાવશે.
એરલાઇન્સના આગામી શિયાળાના સમયપત્રકમાં, સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટને સૌરાષ્ટ્રના કેશોદ એરપોર્ટ સાથે જોડવામાં આવશે.
આ પ્રથમ વખત છે કે, અમદાવાદથી કેશોદ સુધીની ફ્લાઇટ ઓપરેટ થશે, જેનો લાભ સોમનાથ, સાસણ ગીર અને નજીકના સ્થળોએ ફરવા જવા માંગતા પ્રવાસીઓને મળશે. ઉલ્લેખનીય છે કે, આ ફ્લાઈટ્સ માટે બુકિંગ શરૂ થઈ ચૂક્યું છે.
29 ઓક્ટોબરથી એરલાઈન્સની ફ્લાઈટ નંબર 9I603 SVPI એરપોર્ટથી મંગળવાર, ગુરુવાર અને શનિવારે કેશોદ માટે ઉડાન ભરશે.

ફ્લાઇટ અમદાવાદ એરપોર્ટથી સવારે 10:10 કલાકે ઉપડશે અને કેશોદ સવારે 10:55 કલાકે પહોંચે છે. જે બાદ રિટર્ન ફ્લાઇટ, નંબર 9I604 સાંજે 4:20 કલાકે કેશોદથી ઉપડશે અને તે જ દિવસોમાં સાંજે 5:10 કલાકે અમદાવાદ ઉતરાણ કરશે.
એરલાઇન આ રૂટ પર ATR 72-સીટર એરક્રાફ્ટનો ઉપયોગ કરે છે. ઉલ્લેખનીય છે કે, જમીન માર્ગે અમદાવાદથી કેશોદ સુધીનું 351 કિમીનું અંતર કાપવામાં લગભગ 6.5 કલાકનો સમય લાગે છે.
આ મુસાફરીનો સમય ફ્લાઇટ કુલ ત્રણ કલાકનો થઈ જશે છે, જેમાં પ્રસ્થાન પહેલાના બે કલાકનો ચેક-ઇન સમય અને 45 મિનિટનો ઉડ્ડયન સમયનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદથી કેશોદ જવા માટે મુસાફરે 1999 થી 2100 રૂપિયા ચૂકવવા પડી શકે છે. આ ઉપરાંત કેશોદથી અમદાવાદ જવા માટે પણ સમાન ભાડું રહેશે. નોંધનીય છે કે, ફ્લાઈટના ભાડામાં સમયાંતરે વધારો ઘટાડો પણ થતો રહે છે.












Click it and Unblock the Notifications
