અમદાવાદઃ સાબરમતી, નારણપુરા, પાલડી, વાસણા સહિતના વિસ્તારોમાં આજે સાંજે પાણી નહિ આવે
Water Supply Close: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોતરપુર વોટર વર્કસમાં ટેકનિકલ કારણોના કારણે આજે 23 નવેમ્બરના રોજ, ગુરુવારે સાંજે પાણી પુરવઠો બંધ રાખવામાં આવશે.
એએમસીના કોતરપુર વોટર વર્કસમાં ટેકનિકલ કારણોના લીધે વેસ્ટર્ન ટ્રન્ક મેઈન્સ શટડાઉન કરવાથી પશ્ચિમ ઝોનના વિસ્તારોમાં આજે સાંજે પાણી કામ રહેશે. વળી, 24 નવેમ્બરે, શુક્રવારે ઉપલબ્ધ પાણી પુરવઠાના આધારે સપ્લાય આપવામાં આવશે.

આજે સાબરમતી, વાડજ, નારણપુરા, નવરંગપુરા, આંબાવાડી, પાલડી, વાસણા વગેરે વિસ્તારોમાં પાણી પુરવઠો આપવામાં આવશે નહિ. પશ્ચિમ ઝોનમાં રાણીપ સિવાયના વિસ્તારોમાં આજે સાંજે પાણી બંધ રહેશે.
એએમસી ઈજનેર વોટર પ્રોજેકટ હેઠળ કોતરપુર વોટર વર્કસનો પાણી પુરવઠો શહેરના પશ્ચિમ ઝોનના વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનોને પૂરો પાડવા કોતરપુર વોટર વર્કસના 3 વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનુ આંતરિક જોડાણ કરવાનુ છે.
કોતરપુર વોટર વર્કસથી તપોવન સર્કલ થઈ પ્રમુખસ્વામી મહારાજ રોડ સુધી એમએસ પાઈપલાઈન નાખી હયાત 1300 મિમી વ્યાસની લાઈન સાથે જોડાણ કરવાની કામગીરી કરવાની છે. જે હેઠળ 650 એમએલડી ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની હાલની 1600 મિમી વ્યાસની વેસ્ટર્ન ટ્રન્ક મેઈન્સમાં બટરફ્લાય વાલ્વ, 5 ફ્લો મીટર ઈનસ્ટોલ કરવાની તથા નવી નાખવામાં આવેલી 1600 મિમી વ્યાસની લાઈનની હાલની લાઈન સાથે જોડાણની કામગીરી કરવામાં આવશે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
