મહિલા સહિત ચારે કરતા હતા મુંબઈથી અમદાવાદ માદક પદાર્થોની હેરાફેરી, 35 લાખની ડ્રગ્ઝ જપ્ત
એક મહિલા સહિત 4 વ્યક્તિની મુંબઈથી અમદાવાદ વચ્ચે માદક પદાર્થોની હેરીફેરી કરવા અંગે બાતમી મળતા ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી લીધી છે.
અમદાવાદઃ એક મહિલા સહિત 4 વ્યક્તિની મુંબઈથી અમદાવાદ વચ્ચે માદક પદાર્થોની હેરીફેરી કરવા અંગે બાતમી મળતા ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી લીધી છે. તેમની પાસેથી 34 લાખ રૂપિયાની કિંમતના મેથામ્ફેટામાઈન(ડ્રગ) જપ્ત કરવામાં આવ્યા છે. અમદાવાદ સિટી ક્રાઈમ બ્રાંચ(એન્ટી ઑર્ગેનાઈઝ ક્રાઈમ સેલ)ના અધિકારી એચ એમ વ્યાસ તેમજ બી પી દેસાઈ તેમજ કે પી પટેલ વગેરેની આગેવાનીમાં તેમની ધરપકડ કરવામાં આવી.

એચ એમ વ્યાસે કહ્યુ કે આજકાલ મહિલાઓ પણ આ રીતના ગુનાઓમાં જોડાયેલી જોવા મળે છે. અમને સૂચના મળી હતી કે શાહઆલમ ટોલનાકા પાસે સિલ્વર સ્પ્રિંગ હોટલમાં અમુક સ્મગલર આવ્યા છે. ત્યારે જ ટીમે ત્યાં રેડ પાડી. સિલ્વર સ્પિંગ હોટલમાં મહારાષ્ટ્રના થાણે નિવાસી બરકત અલી શેખ(35), બરકત અલીની પત્ની રૂબીના શેખ(31) અને અલી મોહમ્મદ શેખ(26) પકડાઈ ગયા. પોલિસે ત્યાં જ હોટલના રૂમની તપાસ કરી.
પોલિસ તપાસ દરમિયાન ત્યાંથી લાયસન્સ વિનાની મેથામ્ફેટાઈમાઈન ડ્રગ મળી આવી. ડ્રગનુ વજન 342 કિલોગ્રામ અને કિંમત 34 લાખ 23 હજાર રૂપિયાથી વધુ હતી. તસ્કરો પાસેથી લગભગ 60 હજાર રૂપિયા પણ જપ્ત કરવામાં આવ્યા. ગેરકાયદે રીતે ડ્રગ રાખવાના આરોપમાં ત્રણેની ધરપકડ કરવામાં આવી. પૂછપરછમાં તેમણે કબુલ્યુ કે શાહપુર નિવાસી શાહનવાઝ પઠાણને આ ડ્રગની ડિલીવરી કરવા માટે આવ્યા.












Click it and Unblock the Notifications
