અમદાવાદઃ ઈસનપુરની સોસાયટીમાં રહસ્યમય સંજોગોમાં વૃદ્ધ દિયર-ભાભીની લાશો મળતા ચકચાર
અમદાવાદના ઈસનપુર પોલિસ સ્ટેશન વિસ્તારમાં રહસ્યમય સંજોગોમાં લાશો મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
અમદાવાદના ઈસનપુર પોલિસ સ્ટેશન વિસ્તારમાં રહસ્યમય સંજોગોમાં લાશો મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. અમદાવાદના ઈસનપુર વિસ્તારમાંથી આ ઘટના સામે આવતા સનસની મચી ગઈ છે. અહીં એક યુવકે પોતાના માતા અને કાકાની ગળે ફાંસો આપી હત્યા કરી દીધી અને ત્યારબાદ પોતે પંખા પર લટકી ગયો હતો પરંતુ પડોશીઓએ તેને ઉતારી લીધો હતો.
Recommended Video


ઘટનાની વિગત એવી છે કે સુમનસજની સોસાયટીમાં રહેતા યુવકે માતા અને કાકાને ગળે ફાંસો આપી હત્યા કરી બે દિવસ તેમની લાશ સાથે વીતાવ્યા બાદ પોતાના પર શરમ આવતી આત્મહત્યા કરવાનો ત્રણ વાર પ્રયત્ન કર્યો અંતમાં શરીર પર ચપ્પાના ઘા માર્યા તો પણ બચી ગયો. યુવકના પિતા રજની પંડ્યાનુ થોડા વર્ષો પહેલા મોત થયુ હતુ. ત્યારબાદ યુવક, તેની માતા અને કાકા સાથે રહેતા હતા. યુવક વરુણ પંડ્યા કોઈ કામધંધો કરતો નહોતો.
બુધવારે તેણે માતા અને કાકા બંનેને ગળેફાંસો આપી હત્યા કરી નાખી. ત્યારબાદ પોતે દુપટ્ટા સાથે ગળેફાંસો ખાવાનો પ્રયત્ન કર્યો પરંતુ પડોશી જોઈ જતા તેને નીચે ઉતારી લીધો. થોડા કલાકો બાદ ફરીથી તેણે પ્રયત્ન કર્યો પરંતુ વજનના કારણે પંખો નીચે પડી ગયો અને અંતે તણે ઘરમાં રહેલા ચપ્પુથી પોતાને ઘા માર્યા પરંતુ તેને સફળતા ન મળી. છેવટે તેણે પોતાના એક સંબંધીને ફોન કરીને બોલાવ્યા અને પોલિસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને ઘટનાની જાણ કરી. હાલમાં આર્થિક કારણો જવાબદાર હોવાનુ માનીને પોલિસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ છે. જો કે પોલિસ વધુ તપાસ કરી રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
