અમદાવાદ મેટ્રોનો મોટો નિર્ણય: T20 વર્લ્ડકપના ફેન્સ માટે મેટ્રો હવે મોડી રાત સુધી દોડશે, જાણો નવું ટાઈમ ટેબલ
Ahmedabad News: શહેરમાં અત્યારે T20 વર્લ્ડકપનો જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનારી હાઈ-વોલ્ટેજ મેચોને ધ્યાનમાં રાખીને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) એ ક્રિકેટ પ્રેમીઓ માટે ખુશખબર આપ્યા છે. મેચ જોઈને પરત ફરતા દર્શકોને રાત્રે ટ્રાફિક કે વાહનોની સમસ્યા ન નડે તે માટે મેટ્રોના સમયમાં મોટો વધારો કરવામાં આવ્યો છે.

શું છે મેટ્રોનો નવો સમય?
સામાન્ય રીતે મેટ્રો ટ્રેન રાત્રે 10:00 વાગ્યે બંધ થઈ જતી હોય છે, પરંતુ મેચના દિવસોમાં આ સેવા મોડી રાત્રે 12:50 સુધી કાર્યરત રહેશે. મેટ્રોના અલગ-અલગ રૂટ પર છેલ્લી ટ્રેનનો સમય નીચે મુજબ રહેશે:
- મોટેરા સ્ટેડિયમથી APMC: રાત્રે 10:00 થી 12:30 વાગ્યા સુધી સ્પેશિયલ ટ્રેનો દોડશે.
- ઓલ્ડ હાઇકોર્ટથી વસ્ત્રાલ ગામ: આ રૂટ પર છેલ્લી ટ્રેન રાત્રે 12:50 વાગ્યે મળશે.
- ગાંધીનગર (મહાત્મા મંદિર) રૂટ: ગાંધીનગર તરફ જતા ફેન્સ માટે રાત્રે 11:40 અને છેલ્લી ટ્રેન 12:10 વાગ્યે ઉપડશે.
ક્રિકેટ ફેન્સને થશે અનેક ફાયદા
મેટ્રોના આ નિર્ણયથી હજારો દર્શકોને સીધો ફાયદો થશે:
- ટ્રાફિકથી મુક્તિ: સ્ટેડિયમની બહાર મેચ બાદ થતા ભારે ટ્રાફિક જામમાં ફસાવવું નહીં પડે.
- ખિસ્સા પર ભાર નહીં વધે: મોડી રાત્રે રિક્ષા કે ટેક્સીના મોંઘા ભાડા ચુકવવામાંથી મુક્તિ મળશે.
- સુરક્ષિત સફર: ફેમિલી સાથે મેચ જોવા આવેલા લોકો સુરક્ષિત રીતે પોતાના ઘરે પહોંચી શકશે.
GMRCની તૈયારીઓ
વર્લ્ડકપના ઉત્સાહને જોતા GMRCએ આ વધારાની ટ્રિપ્સનું આયોજન કર્યું છે જેથી સ્ટેડિયમ આસપાસ અંગત વાહનોનું ભારણ ઘટે. મેટ્રો સ્ટેશનો પર ભીડને નિયંત્રિત કરવા માટે વધારાનો સ્ટાફ પણ તૈનાત કરવામાં આવી શકે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
