Ahmedabad News: અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ તથા ફૂડ ફોર થોટ ફેસ્ટ-2025નો પ્રારંભ, જાણો શું છે વિશેષતા?
CM ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સંયુક્ત રીતે ફેસ્ટિવલ ખુલ્લો મૂક્યો, 23 નવેમ્બર સુધી ચાલશે 'ગુજરાતનો સૌથી મોટો ક્લાસરૂમ', વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક પ્રવેશ અને આંતરરાષ્ટ્રીય ફિલ્મોનું પ્રદર્શન.

Ahmedabad News: અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે આજથી જ્ઞાન અને સ્વાદના બે મોટા મહાકુંભનો પ્રારંભ થઈ ચૂક્યો છે. 'અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-2025' અને 'ફૂડ ફોર થોટ ફેસ્ટ 2025'નું ઉદ્ઘાટન CM ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સંયુક્ત રીતે કર્યું હતું.
11 દિવસીય જ્ઞાનનો મહાકુંભ: બુક ફેસ્ટિવલ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને નેશનલ બુક ટ્રસ્ટ ઇન્ડિયા (NBT)ના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ બુક ફેસ્ટિવલ 13થી 23 નવેમ્બર સુધી ચાલશે. AMCએ શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને પ્રિન્સિપાલોને આ 11-દિવસીય જ્ઞાનના મહાકુંભમાં જોડાવા ખાસ આહ્વાન કર્યું છે.
- પ્રવેશ અને પાર્કિંગ: બુક ફેસ્ટિવલમાં પ્રવેશ સંપૂર્ણપણે નિઃશુલ્ક છે. કાર્યક્રમ સ્થળ નજીકના ગ્રાઉન્ડમાં નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા પણ ઉપલબ્ધ છે.
- સૌથી મોટો ક્લાસરૂમ: એક લાખથી વધુ સ્ક્વેર ફીટ વિસ્તારમાં આયોજિત આ ફેસ્ટિવલને 'ગુજરાતનો સૌથી મોટો ક્લાસરૂમ' ગણાવવામાં આવ્યો છે, જ્યાં 300થી વધુ ઇવેન્ટ્સ યોજાશે.
વિદ્યાર્થીઓ માટે ખાસ ઝોન અને સ્પર્ધાઓ
આ ફેસ્ટિવલ ધોરણ 1થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ માટે એક વાર્ષિક શૈક્ષણિક યાત્રા બની રહે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે.
- ઝોન 1 - ચિલ્ડ્રન્સ કોર્નર: અહીં સ્ટોરી ટેલિંગ, પપેટ થિયેટર, મંડલા આર્ટ, અને ડાન્સ-ડ્રામા જેવા કાર્યક્રમો સવારે 9 થી 12.30 દરમિયાન શાળા જૂથો માટે ખાસ યોજાશે.
- ઝોન 2 - જ્ઞાન ગંગા: ગઝલ, કવિતા, નિબંધ, બાયોગ્રાફી વર્કશોપ્સ, ફેબ્રિક પપેટ, ટેરાકોટા હોર્સ અને ઓઈલ પેઇન્ટિંગ જેવી હેન્ડ્સ-ઓન પ્રવૃત્તિઓનું આયોજન થશે.
- ઝોન 3 - સ્કૂલ બોર્ડ પેવેલિયન: ઇન્ટર-સ્કૂલ મેગા કોન્ટેસ્ટના સિટી લેવલના ફાઇનલ રાઉન્ડ્સ (દરરોજ સવારે 10 થી સાંજે 7:30) યોજાશે.
મુખ્ય આકર્ષણોમાં ક્વિઝ, વાર્તાકથન, ફેન્સી ડ્રેસ, કિડ્સ પેનલ ડિસ્કશન અને બુક રીડિંગ કોન્ટેસ્ટનો સમાવેશ થાય છે.
આંતરરાષ્ટ્રીય ફિલ્મો અને સાંસ્કૃતિક સંવાદ
- ફિલ્મ ફેસ્ટિવલ: નિઃશુલ્ક ચિલ્ડ્રન્સ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે, જેમાં રોજ સાંજે 5.30 થી 7.30 દરમિયાન આંતરરાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મોનું પ્રદર્શન થશે.
- સંસ્કૃતિક કાર્યક્રમો: દરરોજ સાંજે 5.30 વાગ્યાથી કીર્તિદાન ગઢવીનું લોક ઓર્કેસ્ટ્રા, અંકિત ત્રિવેદી સાથે ગુજરાતી કાવ્ય-સંગીત, ગ્રાન્ડ મુશાયરો અને શૌર્ય સંવાદ (નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ KJS ઢીલોન અને IPS કે વિજયકુમાર સાથે) જેવા કાર્યક્રમો થશે.
- કોલેજ સેશન: આચાર્ય પ્રશાંત અને ગુરચરણ દાસ જેવા મહાનુભાવો સાથે AI, ક્રાઇમ જર્નાલિઝમ અને ગાંધી-મંડેલા લેગસી પર લાઇવ સેશન યોજાશે.
ફૂડ ફોર થોટ ફેસ્ટિવલ
બુક ફેસ્ટિવલની સાથે જ ચાર દિવસીય 'ફૂડ ફોર થોટ ફેસ્ટિવલ' પણ શરૂ થયો છે.
- આ ફૂડ ફેસ્ટિવલમાં પ્રવેશ માટે ચાર્જ ચૂકવીને ટિકિટ મેળવવી પડશે, જે બુક માય શો પરથી પણ બુક કરાવી શકાશે.
- તેમાં ખાવા-પીવાના વિવિધ સ્ટોલ મૂકાયા છે, જ્યાં QR કોડ મારફતે પેમેન્ટ કરીને સ્વાદિષ્ટ ભોજન માણી શકાશે.
- ઉદ્ઘાટન પ્રસંગે CM ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સહિતના મહાનુભાવોએ પુરી જગન્નાથ મંદિરનો પ્રસાદ ગ્રહણ કર્યો હતો.
તત્કાલીન CM અને વર્તમાન PM નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા 'વાંચે ગુજરાત' અભિયાન અંતર્ગત શરૂ થયેલો આ મેળો હવે 'અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ' તરીકે જાણીતો બન્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
