Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

અમદાવાદ: રથયાત્રાને લઇ મહત્વના સમાચાર, રૂટનું સમારકામ હાથ ધરાયુ

અમદાવાદમાં દર વર્ષે ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નિકળે છે. આ રથયાત્રામાં લાખોની સંખ્યામાં ભક્તો જોડાતા હોય છે. કોરોના રોગચાળાને કારણે ગયા વર્ષે રથયાત્રા ફક્ત મંદીરના પરિસરમાં જ યોજાઇ હતી અને તેમા ભક્તજનોને ન આવવા વિનંતી

અમદાવાદમાં દર વર્ષે ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નિકળે છે. આ રથયાત્રામાં લાખોની સંખ્યામાં ભક્તો જોડાતા હોય છે. કોરોના રોગચાળાને કારણે ગયા વર્ષે રથયાત્રા ફક્ત મંદીરના પરિસરમાં જ યોજાઇ હતી અને તેમા ભક્તજનોને ન આવવા વિનંતી કરવામાં આવી હતી. આ વર્ષે પણ કોરોના હોવાના કારણે રથયાત્રા યોજાશે કે નહી એવા સવાલો વચ્ચે એએમસી દ્વારા રથયાત્રાના રૂટ પહર સમારકામ શરૂ કરવામાં આવી ગયું છે.

Rathyatra

અમદાવાદમાં જળયાત્રા વરથયાત્રામાં 18 હાથી હાજર રહેશે, આ માટે જુદા જુદા રાજ્યોમાંથી લાવવા કહેવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથના વાઘા બનાવવા માટે વૃંદાવન અને મથુરાથી કાપડ મંગાવવામાં આવ્યું છે.
રથયાત્રાના રૂટ પર AMC દ્વારા સમારકામ હાથ ધરાયું છે. મંદિર બહાર રોડ પર પડેલા ખાડાઓ દૂર કરવા તંત્ર કામે લાગી ગયું છે. કોર્પોરેશન દ્વારા ખાડાઓ પુરવામાં આવ્યા છે. રથયાત્રાના રૂટ પર રસ્તાના સમારકામ અને ખાડાઓ પૂરવા સૂચના આપવામાં આવી છે. ઉલ્લેખનિય છેકે રથયાત્રાની મંજૂરી પર અસમંજસ વચ્ચે તંત્રએ યાત્રાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
ઉલ્લેખનિય છેકે રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ થોડા દિવસો પહેલા જ રથયાત્રાને લઇ નિવેદન આફ્યું હતુ. તેમણે કહ્યું હતુ કે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી ટુંક સમયમાં નિર્ણય લેવામાં આવશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X