મધ્ય પ્રદેશમાં નાની બાળકી પર રેપ કરી હત્યા કરનાર ભાગેડુ આરોપી અમદાવાદથી ઝડપાયો

મધ્ય પ્રદેશમાં આઠ વર્ષની બાળકી પર બળાત્કાર કર્યા બાદ ક્રૂરતાપૂર્વક હત્યા કરીને ભાગી જનાર આરોપીને અમદાવાદના જીઆઈડીસી વિસ્તારમાંથી ગઈ કાલે મોડી રાતે ઝડપી લેવાયો છે.

અમદાવાદઃ મધ્ય પ્રદેશમાં આઠ વર્ષની બાળકી પર બળાત્કાર કર્યા બાદ ક્રૂરતાપૂર્વક હત્યા કરીને ભાગી જનાર આરોપીને અમદાવાદના જીઆઈડીસી વિસ્તારમાંથી ગઈ કાલે મોડી રાતે ઝડપી લેવાયો છે. તમને જણાવી દઈએ કે ગઈ 5 જૂનના રોજ આરોપી નીતિન પટેલ રેપ અને હત્યા કરીને ભાગી ગયો હતો. પોલિસે ટેકનિકલ સર્વેલન્સના આધારે તેની ધરપકડ કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે મધ્ય પ્રદેશ પોલિસે આરોપીને ઝડપી લેવા ત્રીસ હજાર રૂપિયાનુ ઈનામ પણ જાહેર કર્યુ હતુ.

rape

શું હતી ઘટના

મધ્ય પ્રદેશના તેંદુખેડા પોલિસ સ્ટેશનમાં ગઈ 5 જૂનના રોજ આઠ વર્ષની બાળકીના અપહરણની ફરિયાદ નોંધવામાં આવી હતી. આ કેસમાં મધ્ય પ્રદેશ પોલિસ તપાસ દરમિયાન તેંડુખેડા વિસ્તારના ઘઉંના ખેતરના ભૂસામાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. તપાસ દરમિયાન બાળકીના મૃતદેહ પર ઈજાના નિશાન મળી આવતા પોક્સો અને હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો. પોલિસ તપાસ દરમિયાન જાણવા મળ્યુ કે બાળકીનો મૃતદેહ જ્યાંથી મળ્યો તે ખેતર કેદાર પટેલનુ હતુ જેનો પુત્ર નીતિન પટેલ ફરાર થઈ ગયો હતો. પોલિસ તપાસમાં નીતિન પટેલના ફોનથી ટેકનિકલ સર્વેલન્સ દ્વારા આ નંબર અમદાવાદના વટવા જીઆઈડીસી વિસ્તારમાં એક્ટિવ હોવાનુ જાણવા મળ્યુ હતુ. વટવા જીઆઈડીસી પોલિસની મદદથી ગઈકાલે મોડી રાતે વટવા જેક્શન કંપનીના ગોડાઉનમાંથી નીતિન પટેલનો ઝડપી લેવામાં આવ્યો.

આરોપીએ કબૂલી હ્રદય કંપાવી દે તેવી હકીકત

પૂછપરછ દરમિયાન આરોપી નીતિન પટેલે પોલિસ સામે હ્રદય કંપાવી દે તેવી હકીકત જણાવી કહ્યુ કે 5 જૂને બાળકી બપોરના સમયે તેના ઘર પાસે રમતી હતી તે દરમિયાન તે બાળકીને ઢસડીને તેના ઘરમાં લઈ ગયો અને તેની પર રેપ કર્યો. બાળકીએ બૂમાબૂમ કરતા આરોપીએ ગળુ દબાવીને તેની હત્યા કરી દીધી. ત્યારબાદ મૃતદેહને ઘઉંના ઘાસમાં છૂપાવી ટ્રેનમાં બેસી અમદાવાદ આવી ગયો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X