અમદાવાદ: ખાનગી કારમાં મુસાફરોની ફેરી કરનાર 16 વાહનો પાસેથી 1 લાખનો દંડ વસૂલાયો
અમદાવાદ આરટીઓ(વસ્ત્રાલે)કચેરીએ ખાનગી કારનો ટ્રાન્સપોર્ટ તરીકે ઉપયોગ કરતા 16 અનધિકૃત વાહનો પાસે રુ. 1 લાખનો દંડ વસૂલ્યો છે.
ટ્રાફિક પોલીસના ચેકિંગ દરમિયાન સોમવાર અને મંગળવારે વસ્ત્રાલ આરટીઓ અધિકારીઓને જાણવા મળ્યુ કે 16 ખાનગી કારનો મુસાફરોની ફેરી માટે ઉપયોગ થઈ રહ્યો છે. આરટીઓએ એક નોટિસ જાહેર કરીને રુ.99,500નો દંડ વસૂલ્યો હતો.

અમદાવાદ શહેરમાં RTO કચેરી દ્વારા શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વસ્ત્રાલ અમદાવાદ RTO દ્વારા ટ્રાફિક પોલીસની મદદથી 6 અને 7 નવેમ્બરના રોજ ડ્રાઇવ ચલાવવામાં આવી હતી. જેમાં OLA, uber, Rapido જેવી કંપની દ્વારા RTOના ધારાધોરણ મુજબ જરૂરી મંજૂરી વિનાના વાહનો ટ્રાન્સપોર્ટ માટે ઉપયોગ થતા હોય છે.
અમદાવાદ આરટીઓ અને વસ્ત્રાલ આરટીઓ દ્વારા ચલાવવામાં આવેલી બે દિવસની ડ્રાઈવ દરમિયાન અમદાવાદ આરટીઓએ રુ.99,500નો દંડ વસૂલ્યો હતો. આ લોકોએ ગેરકાયદેસર રીતે મોટર વ્હીકલ એગ્રીગેટર ગાઈડલાઈન 2020નો ભંગ કરી કાયદાનુ ઉલ્લંઘન કર્યુ હતુ.
તમને જણાવી દઈએ કે આરટીઓ દ્વારા ગાઈડલાઈન જાહેર કરી હોવા છતાં અમદાવાદમાં આ રીતે એપ દ્વારા ચાલી રહેલા વાહનો દોડી રહ્યા છે. આરટીઓની ડ્રાઈવમાં અમુક વાહનો પાસેથી વીમો, આરસી બુક અને પીયુસી મળ્યા નહોતા.
કોઈ પણ વાહનચાલકે ઓલા, ઉબર કે રેપિડો સાથે જોડાઈને ટ્રાન્સપોર્ટ સેવા સાથે જોડાવુ હોય તો તેની પાસે અમુક પ્રકારના એગ્રીગેટર ધારાધોરણ પૂર્ણ કરવા જરુરી છે. જો આમ કરવામાં ન આવે તો દંડ વસૂલીને કાર્યવાહી કરવામાં આવે છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
