શુભ લક્ષ્મી સોસાયટીના ચેરમેન, સેક્રેટરી અને ખજાનચી સામે ઉચાપતની ફરિયાદ નોંધાઇ
અમદાવાદની શુભ લક્ષ્મી (બોડકદેવ) કોઓહાસોલી વિભાગ 1, અમદાવાદના પૂર્વ ચેરમેન સંજયભાઈ શાહ તેમજ વર્તમાન સેક્રેટરી રાજેશભાઈ શાહ અને ખજાનચી રોનકભાઈ શાહ સામે ભારતીય દંડ સંહિતાની કલમ 406 અને કલમ 420 હેઠળ ઉચાપતની ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. આ ફરિયાદ જગદીશ રોય પરાશર દ્વારા નોંધાવવામાં આવી છે.
જગદીશ રોય પરાશરે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, શુભ લક્ષ્મી (બોડકદેવ) કોઓહાસોલી વિભાગ 1માં હાલમાં ચેરમેન તરીકે યોગેશભાઈ પટેલ તેમજ સેક્રેટરી તરીકે રાજેશભાઈ શાહ તથા ખજાનચી તરીકે રોનકભાઈ શાહ કાર્યરત છે.

આ સોસાયટીમાંને 2018 -19ના વર્ષમા ચેરમેન તરીકે સંજયભાઈ ઈન્દ્રવદનભાઈ શાહ તેમજ સેક્રેટરી તરીકે રાજેશભાઈ હીરાભાઈ શાહ તથા ખજાનચી તરીકે રોનકભાઈ મહેન્દ્રભાઈ શાહ કામગીરી કરતા હતા, ત્યારે સને 2018 -19ના વર્ષમાં સંજયભાઈ ઇન્દ્રવદનભાઈ શાહ, રાજેશભાઈ હીરાભાઈ શાહ તથા રોનકભાઈ મહેન્દ્રભાઈ શાહ સોસાયટીની વ્યવ્થાપક કમિટિમાં કે સાધારણ સભામાં મંજૂરી લીધા વગર કે કોઇપણ પ્રકારના ઠરાવ પસાર કર્યા વગર અભેસિંહ દુધાજી ઝાલા નામના શખ્સને રૂપિયા 3,44,715ની ચુકવણી કરી દીધી છે.
આ બાબતે સોસાયટી તરફથી જિલ્લા રજિસ્ટારને લેખિતમાં જાણ કરવામાં આવતા રજિસ્ટાર તરફથી કે. એચ. પરમાર ઓડીટરને સોસાયટીનું ઓડીટ કરવા માટે નિમણૂક કરવામાં આવી હતી અને તેઓએ તારીખ 15 જુલાઇ, 2023ના રોજ જિલ્લા રજિસ્ટારને જે ઓડીટનો અહેવાલ રજૂ કર્યો છે, તે ઓડીટના સામાન્ય શેરો ભાગ-3માં ફકરા નંબર-21માં ઉચાપત થયાનો સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે. જેથી સરકારના ઓડીટર દ્વારા પણ જે ઓડીટ કરવામાં આવેલા છે, તેમાં ઉચાપત થયાનું પરવાર થયેલા છે.
ઓડીટર દ્વારા જે અહેવાલ આપવામાં આવેલા છે, તેમાં જે વિગતો આપેલી છે. જેમાં તારીખ 17 જુલાઇ, 2018નો ચેક નંબર 720 રૂપિયા 15,000, તારીખ 4 ઓગસ્ટ, 2018નો ચેક નંબર 736 રૂપિયા 25,000, 29 જુલાઇ, 2018 ચેક નં 800 રૂપિયા 90,795, તારીખ 3 નવેમ્બર, 2018નો ચેક નંબર 817 રૂપિયા 61,135, તારીખ 22 ડિસેમ્બર, 2018નો ચેક નંબર 850 રૂપિયા 88,328, તારીખ 10 જાન્યુઆરી, 2019નો ચેક નંબર 858 રૂપિયા 60,450.50 આ તમામ ચેકની કુલ રકમ રૂપિયા 3,44,715.50 થાય છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
