ખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી ડોક્ટરના ઘરેથી દારૂની બોટલ અને જુગારનો સામાન મળી આવ્યો, જાણો શું કહ્યું પોલીસે?
દર્દીઓના ખોટા ઓપરેશન કરીને રૂપિયા ખંખેરનારી અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના આરોપી ડોક્ટરોને લઈને પોલીસ સતત તપાસ કરી રહી છે.
આ તપાસમાં ઘણા ખુલાસા થઈ રહ્યાં છે. પોલીસ 6 પીઆઈની અલગ-અલગ ટીમો બનાવીને તપાસ કરી રહી છે ત્યારે વોન્ટેડ આરોપીના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતુ.

બીજી તરફ પકડાયેલ આરોપી ડો. પ્રશાંત વજીરાણીને ચાર દિવસના રિમાન્ડ પર મોકલાયા છે. આ કેસના વોન્ટેડ આરોપી ખ્યાતિ હોસ્પિટલના ડાયરેકટ૨ કાર્તિક પટેલના ઘરેથી મોંઘી દારૂની બોટલ અને જૂગારનો સામાન મળી આવ્યો .
જણાવી દઈએ કે, ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ત્રણ ડોકટરોએ માનવતા નેવે મુકીને પૈસા કમાવા આખું કૌભાડ આચર્યુ હતુ, આમાં વધુ બે આરોપીના નામ સામે આવ્યા છે. CEO રાહુલ જૈન અને માર્કેટિંગ મેજિંગ ડિરેક્ટર મિલિન્દ પટેલ મુખ્ય આરોપી હોવાનો ખુલાસો થયો છે. આ સિવાય ખ્યાતિ હોસ્પિટલના CEO ચિરાગ રાજપૂત પણ વોન્ટેડ આરોપી છે.
ख्याति हॉस्पिटल फर्जी ऑपरेशन काण्ड के एक और मुख्य आरोपी चिराग राजपूत के घर से भी मिली बिना परमिट की महंगी शराब की बोतलें pic.twitter.com/0mmD6woDYc
— Nirnay Kapoor (@nirnaykapoor) November 21, 2024
અહેવાલો અનુસાર, આ ત્રિપુટી એ અત્યાર સુધી 13 અલગ અલગ ગામમાં કેમ્પ કર્યા હોવાની માહિતી મળી છે. કેમ્પ દ્વારા ઓપરેશન થયેલા દર્દીના નિવેદન લેવામાં આવી રહ્યાં છે.












Click it and Unblock the Notifications
