ભિખારીને કારમાં બેસાડી સળગાવી 80 લાખનો વીમો મેળવ્યો, પોતાના મરણનો જ કારસો રચનાર આરોપી ઝડપાયો
અમદાવાદઃ ઉત્તર પ્રદેશના આગ્રામાં વર્ષ 2006માં એક કાર અકસ્માતમાં બળીને ખાખ થઈ ગઈ હતી અને તેમાં તેનો કાર ચાલક મૃત્યુ પામ્યો હતો. જેની ઓળખ અનિલસિંઘ વિજયપાલસિંઘ ચૌધરી તરીકે થઈ હતી. મૃતકના પિતાએ મૃતદેહ સ્વીકારીને અંતિમ વિધિ કરી વીમાની રકમ મેળવી લીધી હતી.
ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર એમ એસ ત્રિવેદીને બાતમી મળી હતી કે 2255 નંબરની વ્હાઈટ સેન્ટ્રો કાર દૂર્ઘટનામાં મૃત જાહેર કરાયેલ અનિલસિંઘ ચૌધરી હાલમાં જીવિત છે અને તે અમદાવાદમાં રહે છે.

બાતમી મુજબ તે રાજકુમાર ચૌધરીના નામે રહેતો હોવાનુ જાણવા મળ્યુ. નિકોલ ખાતે રહેતા આ આરોપીને 7 નવેમ્બરના રોજ ગંગોત્રી સર્કલ પાસેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આરોપી રાજકુમાર વિજયકુમાર ચૌધરીની પૂછપરછમાં જાણવા મળ્યુ કે તેનુ સાચુ નામ અનિલસિંઘ વિજયપાલ સિંઘ ચૌધરી છે.
જે ઉત્તર પ્રદેશના ગૌતમબુદ્ધનગરના ગામ ભટ્ટા પારસૌલનો રહેવાસી છે. તે વર્ષ 2006માં અમદાવાદ આવ્યો હતો અને પહેલા પોતાનુ રાજકુમાર નામનુ ડ્રાઈવિંગ લાયસન્સ કઢાવ્યુ હતુ. જેના આધારે તેણે આધાર કાર્ડ અને પાન કાર્ડ પણ મેળવી લીધા હતા.
જેના આધારે તેણે પહેલા લોન પર રીક્ષા લીધી અને ત્યારબાદ ફોરવ્હીલર ગાડી ખરીદી ચલાવવા લાગ્યો. વળી, તેણે પડોશમાં રહેતી મહિલા સાથે લગ્ન કરી લીધા અને પોતાની પત્નીથી પણ બધી હકીકત છૂપાવી હતી. આરોપીએ છેલ્લા 17 વર્ષથી તેના પરિવારના કોઈ પણ સભ્ય સાથે ફોનથી વાત કરી નથી. તેને પોતાના પરિવાર સાથે મળવુ હોય તો તે પોતે દિલ્લી અથવા સુરત ખાતે મળતા.
તમને જણાવી દઈએ કે આરોપીએ પોતાના પિતા સાથે મળી સમગ્ર પ્લાન બનાવ્યો હતો. જેમાં ઘટનાના બે વર્ષ પહેલાથી આરોપી અનિલસિંઘ વિજયપાલસિંઘ ચૌધરીના નામનો અકસ્માતનો વીમો લીધો અને પ્લાનના ભાગ રુપે ઘટનાના છ મહિના પહેલા એક સેન્ટ્રો ગાડી ખરીદી હતી. ગાડીનો પણ વીમો લઈ લીધો.
આરોપીએ ઘનકોરથી ગાઝિયાબાદ ટ્રેનમાં ભીખ માંગતા એક ભિખારીને સારી હોટલમાં જમાડવાની વાત કરીને તેને ગાડીમાં બેસાડ્યો અને એક સામાન્ય હોટલમાં જમતી વખતે ઘેનની દવા નાખી દીધી. બેભાન ભિખારીને સાથે લઈ જઈ રાતે એક વાગ્યાના સમયે કારનો એક થાંભલા સાથે અકસ્માત કરી દીધો અને ભિક્ષુકને બેસાડી કાર સળગાવી દીધી અને આરોપી પોતે અમદાવાદ આવી ગયો.
આરોપીના પિતા, તેનો ભાઈ અને અન્ય આરોપીઓ ઘટના સ્થળ છોડીને પોતાના ગામ પાછા જતા રહ્યા. પોલીસ તપાસમાં આરોપીના પિતાનો સંપર્ક કરતા તેમણે મૃતદેહ જોઈને પોતાના દીકરાનુ હોવાનુ જણાવી ભીખારીની ડેડબૉડી લઈ જઈ અંતિમ વિધિ કરી દીધી હતી અને બાદમાં વીમાની રકમનો ક્લેઈમ કરી વીમાની માતબર રકમ તેમજ કારના વીમાની રકમ મેળવી તે વહેંચી લીધી હતી.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11








Click it and Unblock the Notifications
