અમદાવાદમાં પોલીસની નેમપેલ્ટ વાળી કારે ટક્કર મારતા 11 વર્ષના બાળકનું મોત, ડ્રાઈવર નશામાં હોવાની આશંકા
રાજ્યમાં અકસ્માતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે અમદાવાદમાં ચાંદખેડા વિસ્તારમાં અકસ્માતની ઘટના બની છે. બેફામ કારે ટેમ્પો રીક્ષાને અડફેટે લીધી હતી.
આ અકસ્માત સર્જાયો અને 11 વર્ષના બાળકનું મોત નિપજ્યું છે. જે કારથી અકસ્માત થયો તે કારની આગળ પોલીસની નેમપ્લેટ મારી હતી.
અકસ્માતની આ ઘટના IOC રોડ પર બની હતી. અહીં પુર ઝડપે આવતી કારે ટેમ્પોને ટક્કર મારી હતી. આ કારણે પૂંઠા ભરેલો ટેમ્પો બાળક પર પડ્યો હતો.

પૂંઠા ભરેલો ટેમ્પો પડતા શંકર ગુજ્જર નામના બાળકનું મોત થયુ હતુ. અકસ્માતના પગલે ટોળુ ભેગુ થઈ ગયુ હતુ. સ્થાનિક લોકોએ આક્ષેપ લગાવ્યો હતો કે, કારચાલક નશાની હાલતમાં હતો.
જોકે, પોલીસે કારમાં તપાસ કરતા કારમાંથી કોઈ નશાનો પદાર્થ મળી આવ્યો ન હતો. પોલીસે અકસ્માત સર્જનાર નિલેશ પટેલ નામના યુવકની અટકાયત કરી હતી.
પોલીસે નિલેશ પટેલની અટકાયત કરી હતી અને તેણે કોઈ નશો કર્યો હતો કે નહીં તે અંગે મેડિકલ રિપોર્ટના આધારે જ ખબર પડશે હાલ પોલીસ વધુ કાર્યવાહી હાથ ધરી છે.ે












Click it and Unblock the Notifications
