પ્રેમનો રાઝ ખોલવા પર અનુપ જલોટાને મોટી રકમ મળી રહી છે
કલર્સનો વિવાદિત શૉ બિગ બોસ હજુ હાલમાં જ શરુ થયો છે પરંતુ અત્યારથી જ તે ટીઆરપી ચાર્ટ પર વધતો દેખાઈ રહ્યો છે.
કલર્સનો વિવાદિત શૉ બિગ બોસ હજુ હાલમાં જ શરુ થયો છે પરંતુ અત્યારથી જ તે ટીઆરપી ચાર્ટ પર વધતો દેખાઈ રહ્યો છે. દર વખતની જેમ આ સીઝનમાં પણ શૉના કન્ટેસ્ટન્ટ ઘણા જ રસપ્રદ છે. પરંતુ હાલમાં સૌથી વધુ ચર્ચા ભજન સમ્રાટ અનુપ જલોટા વિશે થઇ રહી છે. અનુપ જલોટા ઘ્વારા શૉના પહેલા જ દિવસે ખુલાસો કરવામાં આવ્યો હતો તે તેઓ પોતાના કરતા 37 વર્ષ નાની તેમની શિષ્યા જસલીન મથારુ સાથે રિલેશનશિપમાં છે.

એક અઠવાડિયાના 45 લાખ રૂપિયા લઇ રહ્યા છે અનુપ જલોટા
અનુપ જલોટા શૉમાં આવ્યા પછી હોટ ટોપિક બની ગયા છે. એટલું જ નહીં પરંતુ શૉ ટીઆરપી ચાર્ટમાં પણ આગળ આવી ગયો છે. પરંતુ સૌથી વધારે ચોંકાવનારી બાબત છે કે પોતાનો આ રાઝ ખોલવા માટે અનુપ જલોટાને મોટી રકમ મળી રહી છે. ઇન્ડિયા ટુડેમાં છપાયેલી ખબર અનુસાર અનુપ જલોટાને દર અઠવાડિયે 45 લાખ રૂપિયે જેટલી મોટી રકમ મળી રહી છે. તેની સાથે જ તેઓ બિગ બોસ 12 ના સૌથી મોંઘા સેલિબ્રિટી છે.

ટીવી સ્ટાર કરણવીર બોહરા
અનુપ જલોટા પછી ટીવી સ્ટાર કરણવીર બોહરા આવે છે. જેમને એક એપિસોડ માટે 20 લાખ રૂપિયા મળી રહ્યા છે ત્યારપછી નેહા પોડસે અને દીપિકા કક્કડ આવે છે જેમને 20 લાખ અને 15 લાખ રૂપિયા મળી રહ્યા છે.

બિગ બોસ 12 સીઝન 16 સપ્ટેમ્બરથી શરુ થઇ ચુકી છે
આપણે જણાવી દઈએ કે ટીવીનો ફેમસ અને વિવાદિત શૉ બિગ બોસ 12 સીઝન 16 સપ્ટેમ્બરથી શરુ થઇ ચુકી છે. અનુપ જલોટા પોતાની શિષ્યા જસલીન મથારુ સાથે બિગ બૉસના ઘરમાં સામેલ થયા છે. બંનેએ બિગ બૉસના મંચ પર સલમાન ખાનની સામે પોતાના પ્રેમને જાહેર કર્યો હતો.

અનુપ જલોટા અને જસલીન મથારુ સાઢા ત્રણ વર્ષથી ડેટ કરી રહ્યા છે
અનુપ જલોટા અને જસલીન મથારુ ઘ્વારા કબૂલ કરવામાં આવ્યું કે તેઓ એકબીજાને છેલ્લા સાઢા ત્રણ વર્ષથી ડેટ કરી રહ્યા છે. જસલીન મથારુ એક ગાયિકા અને અભિનેત્રી છે. તેમને જણાવ્યું કે અનુપ તેમને ખુબ જ પ્રેમ કરે છે અને તેમના વિના એક પળ પણ નથી રહી શકતા. બંનેના પ્રેમના રાઝ ખોલવાથી જસલીનના ઘરે સન્નાટો છવાઈ ગયો છે, જયારે શૉના હોસ્ટ સલમાન ખાન પણ આ સાંભળીને હચમચી ગયા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
