અભિનેત્રી કવિતા કૌશિકે દાનમાં આપ્યા વાળ, કેન્સર દર્દીઓ માટે લીધુ પગલુ, જુઓ Video
રેયાનના પગલે ટીવી અભિનેત્રી કવિતા કૌશિકે પણ કેન્સર દર્દીઓ માટે વિગ બનાવવા પોતાના વાળ દાન કર્યા છે. જુઓ વીડિયો...
મુંબઈઃ બૉલિવુડ અભિનેત્રી અને ડાંસિંગ ક્વીન માધુરી દીક્ષિતના નાના દીકરા રેયાને થોડા દિવસો પહેલા નેશનલ કેન્સર અવેરનેસ ડે પર પોતાના લાંબા વાળને કેન્સર સોસાયટીને ડોનેટ કર્યા હતા. પોતાના દીકરાના વાળ કપાવતો વીડિયો માધુરી દીક્ષિતો પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કર્યો ત્યારબાદ તેના દીકરાના આ પગલાંની ખૂબ પ્રશંસા થઈ. હવે રેયાનના પગલે ટીવી અભિનેત્રી કવિતા કૌશિકે પણ કેન્સર દર્દીઓ માટે વિગ બનાવવા પોતાના વાળ દાન કર્યા છે. જુઓ વીડિયો...

ઈન્સ્ટાગ્રામ પર વીડિયો કર્યો પોસ્ટ
રેયાન બાદ હવે ટીવી અભિનેત્રી કવિતા કૌશિકે પણ પોતાના લાંબા વાળને કપાવીને તેને સારા કામમાં ઉપયોગમાં લેવાનો નિર્ણય કર્યો છે. અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તેને એક સલૂનમાં વાળ કપાવતી જોઈ શકાય છે. આ સાથે તે કાપેલા વાળની ચોટી પોતાના હાથમાં પકડીને કેમેરા તરફ બતાવી રહી છે. વીડિયોના કેપ્શનમાં તેણે લખ્યુ કે, 'આ કેન્સર દર્દીઓ માટે વિગ બનાવવા માટે દાન માટે જાય છે! અને મારો નવો લુક? રાહ જુઓ યાર...'

સોશિયલ મીડિયા પર જોરદાર થઈ રહી છે પ્રશંસા
કવિતા કૌશિકના આ પગલાંની સોશિયલ મીડિયા પર જોરદાર પ્રશંસા થઈ રહી છે. ફિલ્મ અને ટેલીવિઝન ઈન્ડસ્ટ્રીના લોકો સાથે તેના ફેન્સે પોસ્ટને લાઈક અને કમેન્ટ્સથી ભરી દીધુ. કૉમેડિયન ભારતી સિંહે કમેન્ટ સેક્શનમાં તાળીવાળુ ઈમોજી પોસ્ટ કર્યુ જ્યારે કામ્યા પંજાબીએ પણ પોતાનુ રિએક્શન આપ્યુ. ટીવી કલાકાર કરણ ખન્નાએ કમેન્ટમાં લખ્યુ, 'ઓહ, તમે પહેલા જ આની યોજના બનાવી લીધી હતી...શનિ!! મને વિશ્વાસ છે કે તમે હૉટ દેખાશો.'

2 વર્ષ સુધી વાળ વધાર્યા બાદ કપાવ્યા
તમને જણાવી દઈએ કે આ પહેલા માધુરીના દીકરાએ વીડિયો શેર કરીને જણાવ્યુ હતુ કે રેયાન એવા ઘણા લોકોને જોઈને દુઃખી થયો જે કેન્સર માટે કીમોમાંથી પસાર થઈ રહ્યા હતા. દરેક વસ્તુ સાથે તે પોતાના વાળ ગુમાવી દે છે. મારા દીકરા રેયાને પોતાના વાળ કેન્સર સોસાયટીને દાન કરવાનો નિર્ણય કર્યો. માતાપિતા તરીકે અમે તેના આ નિર્ણયથી રોમાંચિત હતી. ગાઈડલાઈન અનુસાર વાળની જરૂરી લંબાઈ વધવામાં તેને લગભગ 2 વર્ષ લાગી ગયા અને આ અંતિમ ફેઝ હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
