ઈન્ટિમેટ સીન દરમિયાન ઉતરનની ઈચ્છા ટીના દત્તા બની યૌન શોષણનો શિકાર
ઉતરનની ઈચ્છાથી લોકપ્રિય બનેલી ટીના દત્તા યૌન શોષણનો શિકાર બની છે. આનો ખુલાસો તેણે પોતે કર્યો છે.
ઉતરનની ઈચ્છાથી લોકપ્રિય બનેલી ટીના દત્તા યૌન શોષણનો શિકાર બની છે. આનો ખુલાસો તેણે પોતે કર્યો છે. હાલમાં તે ટીવી શો ડાયનમાં મુખ્ય ભૂમિકા નિભાવી રહી છે. શૂટિંગ દરમિયાન તેમની સાથે આ ઘટના બની છે. ટીનાએ પોતાના સહ કલાકાર શોમાં તેમના પતિની ભૂમિકા નિભાવનાર મોહિત મલ્હોત્રા પર ગંભીર આરોપ લગાવ્યો છે. એક વેબસાઈટના જણાવ્યા અનુસાર સેટ પર ઈન્ટિમેટ સીન દરમિયાન મોહિતે ટીનાને અયોગ્ય રીતે અડવાની કોશિશ કરી. ટીનાએ આ વિશે પણ ફરિયાદ કરી. ઘણી વાર પ્રોડક્શન ટીમે મોહિતને ફરિયાદ બાદ ચેતવણી પણ આપી. આમ છતાં મોહિતે પોતાની હરકત છોડી નહિ. શૂટિંગ દરમિયાન મોહિત પોતાનું ભાન ભૂલતા જોવા મળ્યા. ચાલો જાણીએ કે આ વિશે ટીનાનું શું કહેવુ છે. તેમણે એક વેબસાઈટ સાથે વાતચીતમાં આ સમગ્ર મામલા પરથી પડદો હટાવ્યો છે.

મોહિત ભાન ભૂલ્યા
શૂટિંગ દરમિયાન મોહિત પોતાનું ભાન ભૂલતા જોવા મળ્યા. ચાલો જાણીએ કે આ વિશે ટીનાનું શું કહેવુ છે. તેમણે એક વેબસાઈટ સાથે વાતચીતમાં આ સમગ્ર મામલા પરથી પડદો હટાવ્યો છે.

મારા માટે મામલો વધુ ખરાબ
ટીનાએ કહ્યુ કે સેટ પર અમુક લોકો પોતાની હરકતો છોડતા નથી. મોહિત મલ્હોત્રા તેમાંથી જ એક છે. ઘણી વાર ચેતવણી આપ્યા બાદ પણ તે બદલતા નથી. પરંતુ મારા માટે મામલો વધુ ખરાબ થઈ રહ્યો હતો. મે આ વિશે ક્રિએટીવ ટીમ સાથે પણ વાત કરી છે.

એ મને જ્યાં ત્યાં
ટીનાએ કહ્યુ કે તે મને કહી રહ્યા હતા કે પાત્રની આ ડિમાન્ડ છે. તે મને જ્યાં ત્યાં હાથ લગાવી રહ્યા હતા. કે જે મારા માટે ઘણી અસહજ હતુ. શૂટિંગ દરમિયાન અમારી ઘણી બોલાચાલી થઈ.

આ બધુ જ્યારે થયુ ત્યારે મીડિયા
તે આગળ જણાવે છે કે કાંદિવલીમાં ‘ક્લિક નિક્સન સ્ટૂડિયો'માં આ બધુ થયુ. ત્યારે અમે હોસ્પિટલનો સીન શૂટ કરી રહ્યા હતા. ત્યાં મીડિયાના લોકો પણ હાજર હતા.

તેણે જબરદસ્તી વીડિયો બનાવ્યો
ઘટના બાદ મોહિતની વધુ એક હરકતનો ખુલાસો કરતા કહ્યુ કે આ ઘટનાના બીજા દિવસે મોહિતે જબરદસ્તી એક વીડિયો બનાવવા માટે કહ્યુ જેથી તે બધાને બતાવી શકે કે અમારી બંને વચ્ચે બધુ બરાબર છે.

પહેલી વાર નથી બન્યુ આ
ટીનાએ એ પણ જણાવ્યુ કે આ બધુ પહેલી વાર નથી થઈ રહ્યુ. પરંતુ ઘણા સમયથી બની રહ્યુ છે. આ વાત તેણે બધા સામે ત્યારે લાવી જ્યારે બધી હદો પાર થઈ ગઈ.

મોહિતે કહ્યુ હું બહેકી ગયો હતો...
ટીનાએ જણાવ્યુ કે પોતાની સફાઈમાં મોહિતે તેમને કહ્યુ હતુ કે હું બહેકી ગયો હતો. તે જાણી જોઈને આમ કરી રહ્યા હતા. મે હિતેન તેજવાની સાથે પણ કામ કર્યુ છે. તે ઘણી વાર અમારી વચ્ચે થનારા સીન પહેલા મને પૂછતા હતા કે હું આમ કરુ તો તમારા માટે કમ્ફર્ટેબલ છે. તે એક બહુ સારા વ્યક્તિ છે.

મોહિતની સફાઈ
મોહિતે એક વેબસાઈટ સાથે વાતચીતમાં પોતાની સફાઈ આપતા કહ્યુ હતુ કે તે મારી સારી દોસ્ત છે. અમારી વચ્ચે કોઈ મુશ્કેલી નથી. ઈન્ટિમેટ સીન પર મોહિતે કહ્યુ કે વાર્તામાં કોઈ ઈન્ટિમેટ સીન જ નથી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
