તારક મહેતા કા ઉલટા ચશ્માની 'સોનૂ'એ શેર કર્યો ફોટો, બેકગ્રાઉન્ડમાં ચાલી રહેલ ગંદી હરકત પર થઈ ટ્રોલ

નિધિના ફોટામાં પાછળ બેઠેલા બે લોકોની હરકતે ફેન્સનુ ધ્યાન ખેંચ્યુ ત્યારબાદથી લોકો સવાલ પૂછી રહ્યા છે.

મુંબઈઃ ઘણા વર્ષોથી ટીવી પર પ્રસારિત થતી કૉમેડી સીરિયલ તારક મહેતા કા ઉલટા ચશ્માના કલાકારો લોકોને હસાવવામાં સફળ રહ્યા છે. આ શોના કલાકારોની ઓળખ પણ ઘર-ઘરમાં બની ગઈ છે. બાળકો હોય કે વૃદ્ધો સૌ કોઈ આ સીરિયલ જોવાનુ પસંદ કરે છે. ઘણા વર્ષોથી ચાલતા આ શોના કલાકારો હવે મોટા થઈ ચૂક્યા છે. ઘણા આર્ટિસ્ટે વચમાં જ શો છોડી દીધો તો અમુક જણ શરૂઆતથી લઈને અત્યાર સુધી શોમાં જોડાયેલા છે. આ સીરિયલમાં ગોકુલધામ સોસાયટીના ભિડે માસ્ટરની દીકરીની ભૂમિકા નિભાવનાર નિધિ ભાનુશાળી એટલે કે જૂની સોનુ હવે શોનો હિસ્સો નથી પરંતુ લોકો તેને હજુ પણ ખૂબ પસંદ કરે છે. નિધિ સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટિવ છે.

વાયરલ થઈ રહ્યો છે જૂની સોનૂનો ફોટો

વાયરલ થઈ રહ્યો છે જૂની સોનૂનો ફોટો

નિધિ ભાનુશાળી ઘણી વાર પોતાના સોશિયલ મીડિયા પેજ પર પોતાના ફોટા અને વીડિયો પોસ્ટ કરે છે. નિધિ ઘણી ફેશનેબલ અને એડવેન્ચર લાઈફ જીવે છે અને ઘણી વાર પોતાના ફોટા ઈન્સ્ટાગ્રામ પર શેર કરે છે. હાલમાં જ તેના બિકિની ફોટા ખૂબ વાયરલ થયા હતા હવે નિધિ ભાનુશાળીના ન જોયેલા ફોટા વાયરલ થઈ રહ્યા છે. આ ફોટાના બેકગ્રાઉન્ટમાં કંઈક એવુ થઈ રહ્યુ છે જેના જોઈને લોકો સવાલ પૂછી રહ્યા છે.

બેકગ્રાઉન્ડે ખેંચ્યુ લોકોનુ ધ્યાન

બેકગ્રાઉન્ડે ખેંચ્યુ લોકોનુ ધ્યાન

હાલમાં જ શોના એક્ટર કુશ કે જે સીરિયલમાં ગોલીની ભૂમિકા નિભાવી રહ્યા છે તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર નિધિના અમુક ફોટા શેર કર્યા. ફોટા સાથે તેણે નિધિની જન્મદિવસની શુભકામનાઓ આપી હતી. કુશે 8 ફોટા શેર કર્યા જેમાંથી ત્રીજા ફોટાના બેક્ગ્રાઉન્ડે લોકોનુ ધ્યાન ખેંચ્યુ. આ પોસ્ટ3 વર્ષ જૂની છે પરંતુ આ પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે. નિધિના આ ફોટામાં પાછળ બેઠેલા બે લોકોની હરકતે ફેન્સનુ ધ્યાન ખેંચ્યુ ત્યારબાદથી લોકો સવાલ પૂછી રહ્યા છે. વાસ્તવમાં નિધિના ફોટામાં બેકગ્રાઉન્ડમાં બેઠેલા બે લોકો એકબીજામાં ગળાડૂબ જોવા મળી રહ્યા છે. જોઈને લાગી રહ્યુ છે કે બંને એકબીજાને કિસ કરી રહ્યા છે. ફેન્સે ફોટા જોઈને સવાલ કરવાનુ શરૂ કરી દીધુ છે. વળી, એક વાર ફરીથી તે ટ્રોલર્સના નિશાના પર આવી ગઈ છે.

રીટા રિપોર્ટસે પૂછ્યુ કોણ છે એ

રીટા રિપોર્ટસે પૂછ્યુ કોણ છે એ

આ ફોટા પર શો સાથે જોડાયેલી રીટા રિપોર્ટરની ભૂમિકા નિભાવનાર અને શોના ડાયરેક્ટર માલવ રાજદાની પત્ની પ્રિયા આહૂજાએ પણ સવાલ કર્યો છે કે એ બંને કોણ છે. પ્રિયા આહૂજાએ સવાલ કર્યો કે ત્રીજો ફોટો... લોકો જાણવા માંગે છે કુશ, છેવટે કોણ છે એ. જો કે એ બંને કોણ છે એનો ખુલાસો થયો નથી.

અભ્યાસ પૂરો કરવા માટે અભ્યાસમાંથી લીધો બ્રેક

અભ્યાસ પૂરો કરવા માટે અભ્યાસમાંથી લીધો બ્રેક

નિધિ ભાનુશાળી હાલમાં કોઈ શોનો હિસ્સો નથી. તેણે લગભગ નવ વર્ષ પહેલા 11 વર્ષની ઉંમરમાં બાળ કલાકરા તરીકે તારક મહેતા કા ઉલટા ચશ્મામાં સોનૂની ભૂમિકા નિભાવી હતી. તે આનાથી ફેમસ થઈ. સોનૂએ લગભગ સાત વર્ષ સુધી શોમાં કામ કર્યા પછી બે વર્ષ પહેલા અભ્યાસમાં ધ્યાન આપવાની વાત કહીને શો છોડી દીધો હતો. હવે તે સોશિયલ મીડિયા દ્વારા ચર્ચામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X