તારક મહેતાના ફેન્સ માટે મોટા ખુશખબર, 'દયાબેન' ફેમ દિશા વાકાણીએ આપ્યો પુત્રને જન્મ
'તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા' શોના ફેન્સ માટે ખુશખબરી છે. શોના દયાબેનનો લોકપ્રિય રોલ નિભાવનાર દિશા વાકાણી બીજી વાર મા બની ચૂકી છે.
મુંબઈઃ 'તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા' શોના ફેન્સ માટે ખુશખબરી છે. શોના દયાબેનનો લોકપ્રિય રોલ નિભાવનાર દિશા વાકાણી બીજી વાર મા બની ચૂકી છે. દિશાએ દીકરાને જન્મ આપ્યો છે. આ સમાચાર સાંભળતા જ ફેન્સ દિશાને અઢળક અભિનંદન પાઠવી રહ્યા છે અને તેના પર પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે. દિશા વાકાણીના બિઝનેસમેન પતિ મયૂર પડિયા અને ભાઈમયૂર વાકાણીએ આ વાતની પુષ્ટિ કરી છે.

દિશાના ભાઈએ વ્યક્ત કરી ખુશી
'તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા' શોમાં સુંદરલાલની ભૂમિકા નિભાવનાર દિશાના ભાઈ મયૂર વાકાણીએ આ પ્રસંગે ખુશી વ્યક્ત કરી. તેણે લખ્યુ, 'મને ખુશી છે કે હું ફરીથી મામા બની ગયો છુ.' 2017માં દિશા વાકાણીએ દીકરીને જન્મ આપ્યો અને હવે તે ફરીથી મા બની ગઈ છે. હું આ વાતથી ઘણો ખુશ છુ.
બેબી બંપ સાથે ફોટો વાયરલ
દિશા વાકાણીનો પોતાના પતિ સાથે 2021માં એક ફોટો વાયરલ થયો હતો. આમાં દિશા બેબી બંપ સાથે જોવા મળી રહી હતી. દિશાનો આ ફોટો એ વખતે ઘણો વાયરલ થયો હતો. જો કે, તેની પ્રેગ્નેન્સીના સમાચાર એ વખતે કન્ફર્મ થયા નહોતા. હવે જ્યારે દિશાએ બાળકને જન્મ આપ્યો છે તો ફેન્સને વિશ્વાસ થઈ ગયો છે કે દિશા એ વખતે પ્રેગ્નેન્ટ હતી.
શોમાં વાપસી વિશે કહી આ વાત
દિશાનુ દયાબેનનું પાત્ર લોકોને ખૂબ જ ગમ્યુ હતુ માટે આવી સ્થિતિમાં લાંબા સમયથી શોમાં ન આવવાને કારણે ફેન્સ ખૂબ જ દુઃખી છે. જ્યારે દિશાના ભાઈને આ વિશે પૂછવામાં આવ્યુ તો તેણે કહ્યુ કે દિશા જલ્દી શોમાં પરત ફરશે. લાંબો સમય થઈ ગયો છે અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એકમાત્ર એવો શો છે જેમાં તેણે આટલા વર્ષોથી અભિનય કર્યો છે. તેથી તેણે શોમાં પાછા ન આવવાનુ કોઈ કારણ નથી. અમે બધા રાહ જોઈ રહ્યા છીએ કે તે ક્યારે સેટ પર કામ પર પાછા આવશે. તમને જણાવી દઈએ કે તારક મહેતા ફેમ દિશા વાકાણી છેલ્લે શોના 2019 એપિસોડમાં જોવા મળી હતી. આ પછી એવી અટકળો હતી કે તે શોમાં પાછો નહિ આવે. હાલમાં દિશાના ભાઈ અને ફિલ્મ પ્રોડ્યુસરે આ તમામ બાબતો પર પૂર્ણવિરામ મુકતા દિશાના ચાહકોને ખુશખબર આપી છે. જો કે, આ દરમિયાન દિશાએ શોમાં પરત ફરવા અંગે કોઈ ટિપ્પણી કરી નથી.
પાછા આવશે દયાબેન
અગાઉ શોના નિર્માતાએ દિશાની શોમાં વાપસી વિશે કહ્યુ હતુ કે વર્ષ 2022માં દયાબેન ફરી એકવાર લોકો સમક્ષ દેખાશે. ફરી એકવાર દયાબેન અને જેઠાલાલ સાથે મળીને લોકોનુ મનોરંજન કરશે. મને ખબર નથી કે દિશા વાકાણી સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં પાછી ફરશે કે નહિ પરંતુ દિશા વાકાણી સાથે અમારે સારો સંબંધ છે.
ફેન્સ જોઈ રહ્યા છે આતુરતાથી રાહ
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવી શો વિશે સૌથી વધુ ચર્ચામાં રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી આ શો તેની સ્ટોરી કરતા વધુ કાસ્ટને કારણે ઘણી હેડલાઈન્સ બનાવી રહ્યો છે. અભિનેત્રી દિશા વાકાણીની વાત કરીએ તો તેણે દયાબલનો રોલ દિલથી નિભાવ્યો છે. લોકો આ પાત્રના દિવાના બની ગયા છે. પરંતુ દિશા વાકાણીનો રોલ લાંબા સમય સુધી શોમાં જોવા મળ્યો ન હતો. આવી સ્થિતિમાં તેને શોમાં પાછો જોવા માટે ચાહકોની ઉત્સુકતા વધી ગઈ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
