Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

બિગ બૉસના ઘરમાં પહેલી વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી, ધૂમ મચાવવા આવી રહી છે આ હસીના

બિગ બૉસના ઘરમાં પહેલી વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી, ધૂમ મચાવવા આવી રહી છે આ હસીના

બિગ બૉસ 12માં અનુપ જલોટા અને જસલીન મથારૂએ સૌથી વધુ ચર્ચા જગાવી હતી, હવે એક હસીના શોમાં ધમાલ મચાવવા માટે આવી રહી છે. આ શોની પહેલી વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી થવા જઈ રહી છે. રોડીઝની સુરભિ રાણા વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી લેવા જઈ રહી છે. અહેવાલો મુજબ સ્પિલ્ટ્સવિલાની સ્કારલેટ રોજ પણ બિગ બૉસમાં જોવા મળી શકે છે.

પહેલી વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી

પહેલી વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી

બિગ બૉસથી આ અઠવાડિયે રોશમી બનિક, કૃતિ વર્મા અને નિર્મલ સિંહની વિદાય થઈ ચૂકી છે. જ્યાં રોશમી અને કૃતિને શનિવારે એલિમિનેટ કરી દેવામાં આવ્યા હતા જ્યારે નિર્મલ સિંહ રવિવારે શોમાંથી બહાર થઈ ગયા. નિર્મલના ઘર છોડ્યા બાદ એમના પાર્ટનર રોમિલ ચૌધરી ઘરમાં એકલા પડી ગયા છે. ઘરમાં થનાર પહેલી વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી રોમિલના પાર્ટનર તરીકે થશે. જણાવી દઈએ કે વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી લેનાર સુરભિ રાણા અગાઉ રોડીઝમાં પણ જોવા મળી ચૂકી છે.

ઘરમાં થશે જોરદાર હંગામો

ઘરમાં થશે જોરદાર હંગામો

બહુ ઓછા લોકો જાણે છે કે સુરભિ પહેલા પણ બિગ બૉસ 12નો ભાગ બની ચૂકી છે. સુરભિને કૃતિ વર્મા, મિતાલી જોશી અને રોશમી બનિકની સાથેય પ્રીમિયરથી 24 કલાક પહેલા 'OutHouse'માં રાખવામાં આવી હતી. આઉટ હાઉસ 'તાલા ખોલ' સેગમેન્ટમાં કલર્સના મોબાઈલ એપ વુટ પર ટેલિકાસ્ટ થયું હતું, જેમાં લોકોના વોટિંગથી કૃતિ અને રોશમી ઘરે પહોંચ્યા હતા અને બાકીના પોતાના ઘરે પરત ફર્યાં હતાં. કહેવામાં આવી રહ્યું છે કે સુરભિના આવવાથી બિગ બૉસમાં હંગામો વધી શકે છે.

સ્કારલેટના ઝલવા પણ જોવા મળશે

સ્કારલેટના ઝલવા પણ જોવા મળશે

બીજી બાજુ શોમાં સ્પિલ્ટ્સવિલાની સ્કારલેટ રોજ પણ જોવા મળશે તેવી ચર્ચા તેજ થઈ છે. સ્પિલ્ટ્સવિલાની સીઝન 4માં જોવા મળ્યા બાદ એમટીવી પર જ શો હોસ્ટ કરે છે. અહેવાલો હતા કે સ્કારલેટ પોતાના બેસ્ટ ફ્રેન્ડ રાયન પીટરસન સાથે શોમાં જોવા મળશે, પરંતુ હવે કહેવામાં આવી રહ્યું છે કે તે એકલી જ જોવા મળી શકે છે. આ બે હસીનાની બિગ બૉસમાં એન્ટ્રી બાદ આગામી એપિસોડ ધમાકેદાર હશે તેવી આશા છે.
આ પણ વાંચો- બિગ બોસની બિકીની સુપરસ્ટાર બેનાફશા સુનાવલાની તસવીરોએ હંગામો મચાવ્યો

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X