ગુપચુપ રોમાન્સ કરતા પકડાયા આ 7 સુપરસ્ટાર્સ, લગ્ન પહેલા આવી હરકત
સોશિયલ મીડિયાના જમાનમાં સ્ટાર્સની અંગત જિંદગી જાહેર જનતાની થઈ ગઈ છે. ખાસ કરીને કેટલીક તસવીરો એવી વાઈરલ થાય છે, જેની માહિતી ખુદ સ્ટાર્સને નથી હોતી કે કેવી રીતે અને ક્યાંથી વાઈરલ થઈ.
સોશિયલ મીડિયાના જમાનમાં સ્ટાર્સની અંગત જિંદગી જાહેર જનતાની થઈ ગઈ છે. ખાસ કરીને કેટલીક તસવીરો એવી વાઈરલ થાય છે, જેની માહિતી ખુદ સ્ટાર્સને નથી હોતી કે કેવી રીતે અને ક્યાંથી વાઈરલ થઈ. એટલે કેટલીકવાર તેમણે સોશિયલ મીડિયા પર ટ્રોલર્સનો સામનો કરવો પડે છે.
કેટલાક સ્ટાર્સ એવા પણ છે જે પોતાની અંગત જિંદગીને ખાસ કરીને પોતાની લવ લાઈફને લઈ પોતાની જાતને બચાવતા રહે છે. બોલીવુડમાં આવા સંખ્યાબંધ નામો છે. પરંતુ આવું ટીવી ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સ પર પણ થઈ રહ્યું છે. કેટલાક સ્ટાર્સ પોતાની ડેટિંગ અને અફેરની માહિતી પર મૌન રહે છે. પછી ક્યારેક અચાનક તેમના સંબંધો વિશેની માહિતીનો ખુલાસો થાય છે કે પછી તેમના લગ્નના ફોટા સામે આવે છે.
આ પણ વાંચો: મુંબઈની 5 સ્ટાર હોટલમાં પ્રિયાંક શર્માએ કરી વિકાસ ગુપ્તાને મારવાની કોશિશ, જાણો કારણ
તાજેતરમાં જ બિગ બોસની એક્સ કન્ટેસ્ટંટ સારા ખાનની એક તસવીર વાઈરલ થઈ. જેમાં તેઓ અંકિત ગેરા સાથે દેખાઈ રહ્યા છે. જો કે સારાએ પોતાના આ સંબધને ફગાવી દીધો છે. ઉલ્લેખનીય છે કે મૌની રોયથી લઈને શ્રુતિ ઝા અને ઈશ્કબાજની સુરભિ ચંદના સુધીના સ્ટાર્સ હાલ સિક્રેટ ડેટિંગ કરી રહ્યા છે. તો ચાલો સમય ગુમાવ્યા વિના જાણીએ કયા સ્ટાર્સ કોને સિક્રેટ ડેટ કરી રહ્યા છે.
તમે તેમની એક ઝલક જોઈને જ ચોંકી ઉઠશો.

સુરભિ ચંદના ઉર્ફે અનિકા
ઈશ્કબાજની અનિકા એટલે કે સુરભિ ચંદના રિયલ લાઈફમાં કરણ શર્મા નામના બિઝનેસમેનને ડેટ કરી રહી છે. સુરભિના બોયફ્રેન્ડ કરણ ક્યારેક મુંબઈ તો ક્યારેક દુબઈમાં હોય છે.

કરણ ટેકર
મળતી માહિતી પ્રમાણે કરણ ટેકર અને શ્રેયા ચૌધરી એક બીજાને ડેટ કરી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં બંને સતત સાથે જોવા મળ્યા છે.

ક્રિષ્ટલ ડિસૂઝા
કરણ ટૈકર સાથે બ્રેક અપ બાદ ક્રિષ્ટલ ડિસૂઝા પોતાની જિંદગીમાં આગળ વધી ચૂકી છે. મળતી માહિતી મુજબ તે એક્ટર ફ્રેડી દારુવાલાને ડેટ કરી રહી છે.

મૌની રૉય
મોહિત રૈના સાથેના બ્રેક અપ બાદ હવે મૌની રોય ડિરેક્ટર અયાન મુખર્જીને ડેટ કરી રહી છે.

શ્રુતિ ઝા
શ્રુતિ ઝા અને કુણાલની મુલાકાત એક કૉમન ફ્રેન્ડ દ્વારા થઈ હતી. બંને એક બીજા સાથે સમય પસાર કરી રહ્યા છે. પરંતુ બેમાંથી એકેય આ મામલે ખુલાસો નથી કર્યો.

અલી ગોની અને એક્ટ્રેસ કૃષ્ણા મુખર્જી
યે હૈ મોહબ્બતેના આ બંને સ્ટાર્સ એટલે કે કિઅલી ગોની અને એક્ટ્રેસ કૃષ્મા મુખર્જી એક બીજાને ડેટ કરી રહ્યા છે.

અભિષેક અને અદિતિ
એટલું જનહીં રીલ લાઈફમાં ભાઈ બહેનનું પાત્ર ભજવી રહેલા અભિષેક વર્મા અને અદિતિ ભાટિયા વચ્ચે પણ અફેરની ચર્ચા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?












Click it and Unblock the Notifications
