Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'શ્વેતા તિવારીને પૈસા હજમ કરીને પણ શરમ નથી આવતી'- અભિનવ કોહલી

'શ્વેતા તિવારીને પૈસા હજમ કરીને પણ શરમ નથી આવતી'- અભિનવ કોહલી

એક્ટ્રેસ શ્વેતા તિવારી હાલ ખતરોં કે ખિલાડી શો માટે કેપ ટાઉન પહોંચી છે. અહીં પહોંચ્યા બાદ પતિ અભિનવ કોહલી સાથે તેની બબાલ ફરી વધી ગઈ છે અને બંનેએ એકબીજા પર આરોપ- પ્રત્યારોપ લગાવવા શરૂ કરી દીધા છે. હાલમાં જ અભિનવ કોહલીએ આરોપ લગાવ્યો હતો કે શ્વેતા તિવારીએ તેમના દીકરા રેયાંશને છૂપાવી દીધો અને તેમને મળવા ના દીધા.

જે બાદ શ્વેતાએ પલટવાર કરતા કહ્યું કે તે રેયાંશની સેફ્ટીને લઈ બધી વસ્તુઓનું ધ્યાન રાખે છે. અભિનવ બાળકોના ખર્ચામાં એક પૈસાની હેલ્પ નથી કરતો.

અભિનવ કોહલીએ જવાબ આપ્યો

અભિનવ કોહલીએ જવાબ આપ્યો

આ નિવેદન બાદ હવે અભિનવ કોહલીનો જવાબ સામે આવ્યો છે. તેમણે ઈન્સ્ટાગ્રામ લાઈવ દરમ્યાન ફરી એકવાર શ્વેતા તિવારી પર આરોપ લગાવ્યો. એટલું જ નહિ અભિનવે કેટલીય બિનજવાબદાર વાતો કહી જેને લઈ સોશિયલ મીડિયા પર કેટલાક યૂઝર્સે તેમનો ક્લાસ લઈ લીધો. અભિનવ લાઈવ વીડિયોમાં કહે છે કે હું બહુ જરૂરી વાતો કરવાનું ભૂલી ગયો. તેં (શ્વેતા તિવારી) કહ્યું કે બાળકો પર મેં એક પૈસાનો ખર્ચો નથી કર્યો. તને જૂઠું કહેવામાં શરમ નથી આવતી. હાલમાં જ મેં 40-4% પૈસા અકાઉન્ટમાં ટ્રામ્સફર કર્યા છે. તું પૈસા હજમ પણ કરી નાખે છે અને પછી કહે છે કે હું પૈસા ખર્ચ નથી કરી રહ્યો. તું બહુ નીચલા સ્તરે ચાલી ગઈ છો.

ફેન્સે શ્વેતા તિવારીનો સાથ આપ્યો

ફેન્સે શ્વેતા તિવારીનો સાથ આપ્યો

એક યૂઝરે શ્વેતાનો સાથ આપતા લખ્યું કે શ્વેતા તિવારીએ એકવાર પણ લાઈવ આવી કંઈ નથી કહ્યું જ્યારે આ વારંવાર આવીને પોતાની સફાઈ આપી રહ્યો છે, આ જૂઠો છે.

શ્વેતા તિવારીએ આને પબ્લિક સ્ટંટ ગણાવ્યો

શ્વેતા તિવારીએ આને પબ્લિક સ્ટંટ ગણાવ્યો

આ પોસ્ટ પર ઢગલાબંધ યૂઝર્સે કોમેન્ટ કરી શ્વેતા તિવારીનો સાથ આપ્યો તો કેટલાક લોકોએ શ્વેતા તિવારીનો આને પબ્લિક સ્ટંટ ગણાવ્યો. એક યૂઝરે લખ્યું કે આ માણસ શ્વેતા તિવારીને પ્રમોટ કરી રહ્યો છે. જ્યારે બીજા શખ્સે લખ્યું કે તમારાથી શરમ આવે છે હજી કેટલા નીચે સ્તરે જશો.

પૈસાના ચક્કરમાં શ્વેતા તિવારીએ બાળકોને એકલાં છોડી દીધાં

પૈસાના ચક્કરમાં શ્વેતા તિવારીએ બાળકોને એકલાં છોડી દીધાં

હાલમાં જ અભિનવ કોહલીએ વીડિયો દ્વારા કહ્યું હતું કે શ્વેતા તિવારી બાળકોને છોડી પૈસાના ચક્કરમાં કેપટાઉન ચાલી ગઈ. કોવિડની ત્રીજી લહેર બાળકો માટે આટલી ખતરનાક છે પરંતુ તે બાળકોને આવા માહોલમાં એકલાં છોડી ચાલી ગઈ.

ચાઈલ્ડ હેલ્પલાઈન

ચાઈલ્ડ હેલ્પલાઈન

અભિનવે આરોપ લગાવ્યો હતો કે શ્વેતા તેના દીકરાને હોટલમાં છોડીને ગઈ છે અને તે સતત દીકરાને શોધી રહ્યો છે. તેણે ચાઈલ્ડ હેલ્પલાઈન પાસે પણ મદદ માંગી છે.

ક્યાં છે દીકરો

ક્યાં છે દીકરો

જ્યારે શ્વેતા તિવારીનું કહેવું છે કે જ્યારે તે કેપટાઉન જઈ રહી હતી ત્યારે જ અભિનવને બધું સમજાવીને ગઈ હતી કે દીકરાને તે મા, રિલેટિવ અને દીકરી પલક પાસે છોડીને ગઈ છે.

જણાવી દઈએ કે શ્વેતા તિવારી અને અભિનવ કોહલીએ વર્ષ 2013માં લગ્ન કર્યાં હતાં પરંતુ શ્વેતા તિવારી લાંબા સમયથી પોતાના પતિ અભિનવથી અલગ રહે છે. કેટલીયવાર બંને વચ્ચે ભારે હંગામો થઈ ચૂક્યો છે અને મામલો પોલીસ સુધી પહોંચી ચૂક્યો છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X