શું ખરેખર સિદ્ધાર્થ શુક્લા અને શહેનાઝ ગિલે કરી લીધા છે લગ્ન, શું છે સિંદૂરવાળા ફોટાનુ સત્ય?
સિદ્ધાર્થ શુક્લા અને શહેનાઝ ગિલના એક ફોટાએ સોશિયલ મીડિયા પર તહેલકો મચાવી દીધો છે.
Shehnaaz Gill's photo with Sidharth Shukla donning 'sindoor' goes Viral, what is the Truth: કલર્સના લોકપ્રિય શો બાલિકા-વધુમાં શિવની ભૂમિકાથી લોકોના દિલોમાં સ્થાન મેળવનાર બિગ બૉસ 13 વિનર સિદ્ધાર્થ શુક્લા અને શહેનાઝ ગિલના ઈશ્કની ચર્ચાઓ ઘણા દિવસોથી ચાલી રહી છે પરંતુ સિદ્ધાર્થ તરફથી આ રિલેશન પર ક્યારેય મહોર લગાવવામાં આવી નથી. જો કે બિગ બૉસના શો દરમિયાન શહેનાઝ ગિલે ઘણી વાર સિદ્ધાર્થ પ્રત્યે નરમ વલણ બતાવ્યુ અને ઈશારા ઈશારામાં પોતાના પ્રેમનો ઈકરાર પણ કર્યો પરંતુ સિદ્ધાર્થ હંમેશા ચૂપ જ રહ્યા, જો કે બંનેને ઘણી વાર સાથે સ્પૉટ કરવામાં આવ્યા છે.

શું ખરેખર સિદ્ધાર્થ અને શહેનાઝ ગિલે કરી લીધા છે લગ્ન?
આ દરમિયાન એ બંનેના એક ફોટાએ સોશિયલ મીડિયા પર તહેલકો મચાવી દીધો છે. વાસ્તવમાં બંનેનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં શહેનાઝની માંગમાં સિંદૂર અને ગળામાં મંગળસૂત્ર છે. સિદ્ધાર્થ ફોટામાં શહેનાઝ સાથે સેલ્ફી લેતા દેખાઈ રહ્યા છે. ત્યારબાદ ટ્વિટર પર એ ચર્ચા ગરમ થઈ ગઈ છે કે સિદ્ધાર્થ-શહેનાઝે લગ્ન કરી લીધા છે પરંતુ સત્ય તો એ છે કે આ બંનેના કોઈ ફેનેની મજાક છે.

સવાલ કરવામાં આવ્યો - આ કોણે કર્યુ છે?
વાસ્તવમાં આ ફોટો શહેનાઝ ગિલના ફેન પેજ પર શેર કરવામાં આવ્યો છે અને સવાલ કરવામાં આવ્યો છે કે આ કોણે કર્યુ છે? જેનાથી એ સાબિત થાય છે કે આ ફોટો ફેક છે. હાલમાં 'સિડનાઝ' નો ફોટો સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચાનો વિષય બની ગયો છે. લોકો આ ફોટા પર જોરદાર કમેન્ટ કરી રહ્યા છે. અમુક લોકો તો બંનેને Made For Each Other ગણાવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે SidNaazનુ હાલમાં જ એક ગીત 'શોના શોના' રિલીઝ થયુ હતુ જેને યુટ્યુબ પર 1000 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.

'હું સિદ્ધાર્થ શુક્લાને પ્રેમ કરુ છુ'
તમને જણાવી દઈએ કે બિગ બૉસ 13ના ઘરમાંથી બહાર આવ્યા બાદ શહેનાઝ ગિલનો પહેલો ઈન્ટરવ્યુ સામે આવ્યો હતો જેમાં તેણે કહ્યુ હતુ કે હું સિદ્ધાર્થને પ્રેમ કરુ છુ અને આ સંબંધને આગળ વધારવો એ તેમના પર નિર્ભર કરે છે. બિગ બૉસમાં મારા તરફથી એકતરફી પ્રેમ જ જોવા મળ્યો છે, હું કોઈ બીજાનુ દિમાગ તો વાંચી ન શકુ પરંતુ હા, પોતાના ઈમોશન્સ જરૂર વ્યક્ત કરી શકુ છે. જો કે સિદ્ધાર્થ તરફથી શહેનાઝ વિશે ક્યારેય કંઈ પણ કહેવામાં આવ્યુ નથી. તેમને જ્યારે પણ સવાલ કરવામાં આવે ત્યારે તે હસીને ટાળી દે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
