હવે નહિ દેખાય સમીર-નૈના, આ મહિને ઑફ એર થશે યે ઉન દિનો કી બાત હે
સોની ટીવીનો લોકપ્રિય શો યે ઉન દિનો કી બાત હે જલ્દી બંધ થવાનો છે. હા, સોશિયલ મીડિયા પર આ શોની લોકપ્રિયતા ઘણી ઝડપથી વધી રહી છે.
સોની ટીવીનો લોકપ્રિય શો યે ઉન દિનો કી બાત હે જલ્દી બંધ થવાનો છે. હા, સોશિયલ મીડિયા પર આ શોની લોકપ્રિયતા ઘણી ઝડપથી વધી રહી છે. 90ના દાયકાની પ્રેમ કહાનીના જાદૂના કારણે દર્શકોના દિલમાં આ શોએ એક ખાસ જગ્યા બનાવી છે. હવે કહાની પોતાના અંત તરફ આગળ વધી રહી છે. આ જ કારણ છે કે આ શો જલ્દી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ ચેનલે એ ફાઈનલ કરી લીધુ છે કે ઓગસ્ટની વચ્ચે આ શો બંધ કરી દેવામાં આવશે. જો તમે વિચારી રહ્યા હોવ કે ટીઆરપીના કારણે આ શોને બંધ કરવામાં આવી રહ્યો છે તો એવુ નથી આ.

સમીર-નૈનાનો રોમાંસ
શોની કહાનીને સમીર-નૈનાના રોમાંસથી લઈને પછી લગ્ન અને પોતાના કેરિયરને સેટ કરવા સુધી જ પ્લાન કરવામાં આવ્યો હતો. મેકર્સ કહાનીને કોઈ પણ રીતે મસાલો ભરીને આગળ વધારવા કે પછી બેકારમાં કહાનીમાં બીજી વસ્તુઓ ઉમેરીને બતાવવાના મતમાં નથી. તે આને ખતમ કરવાનુ વધુ સારુ સમજી રહ્યા છે. તારીખની વાત કરીએ તો ઓગસ્ટ 16મીએ છેલ્લો એપિસોડ આ શોનો ટેલીકાસ્ટ કરવામાં આવી શકે છે. હાલમાં શોમાં સમીર મુંબઈમાં એક્ટર બનવા આવ્યો છે. વળી, નૈના રાઈટિંગમાં પોતાનુ કેરિયર શોધવાની કોશિશમાં લાગેલી છે. હાલમાં અહીં જુઓ નૈના એટલે કે આશી સિંહના ગ્લેમરસ ફોટા..

એકદમ ઓપોઝિટ
આશી સિંહ પોતાની ભૂમિકા નૈનાથી એકદમ ઓપોઝિટ છે. તે અસલ જિંદગીમાં બેબાક રીતે જીવવાનું પસંદ કરે છે.

કેરિયરની શરૂઆત
2015માં આશીએ પોતાના કેરિયરની શરૂઆત 2015માં વી ટીવીના એક શોથી કરી હતી. પરંતુ તેને લોકપ્રિયતા નહોતી મળી શકી.

ફેન્સની સંખ્યા 315K થી વધુ
આશીને યે ઉન દિનો કી બાત હેમાં મોટો બ્રેક મળ્યો. તેની લોકપ્રિયતા એટલી વધુ છે કે ઈન્સ્ટાગ્રામ પર તેના ફેન્સની સંખ્યા 315Kથી વધુ છે.

માત્ર 21 વર્ષની છે
આશીની ઉંમર ઘણી ઓછી છે. તે માત્ર 21 વર્ષની છે. ખૂબ નાની ઉંમરમાં તેણે ફેમ મેળવી લીધી છે.

તમારો બધાનો આભાર
આશી સિંહે એક વાર પોતાનો એક ફોટો શેર કરીને લખ્યુ હતુ કે મે એક્ટર તરીકે પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. આજે તમારા બધાના પ્રેમે મને સેલિબ્રિટી બનાવી દીધી છે. તમારા બધાનો આભાર.

જી ગોલ્ડ પુરસ્કાર
હાલમાં જ જી ગોલ્ડ પુરસ્કારમાં આશીને બેસ્ટ ડેબ્યુ સ્ટારનો પુરસ્કાર મળ્યો છે.

સ્ટાઈલિશ ફોટા
આશી ઘણી વાર સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સ માટે ઘણા સ્ટાઈલિશ ફોટા શેર કરતી રહે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
