Sony TV પર આવી રહી છે પૃથ્વીરાજ ચૌહાણની ભવ્ય શ્રેણી – ૪ જૂનથી
મુંબઈ: Sony Entertainment Television ભારતીય ઇતિહાસના અમર યોદ્ધા અને રાષ્ટ્રનાયક પૃથ્વીરાજ ચૌહાણની જીવનગાથા દર્શાવતી એક ભવ્ય ઐતિહાસિક શ્રેણી "ચક્રવર્તી સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ" લઇને આવી રહ્યું છે. આ શ્રેણી ૪ જૂનથી દર સોમવારથી શુક્રવાર સાંજે ૭:૩૦ વાગ્યે પ્રસારિત થશે.

આ શ્રેણી માત્ર યુદ્ધની કહાણી નથી, પરંતુ એ એક બાળક રાજાની તે અદમ્ય યાત્રા છે, જેને પોતાના રાષ્ટ્રપ્રેમ અને ધર્મની નમ્રતા સાથે ઈતિહાસની દિશા બદલી. નાનપણમાં જ રાજ્યાભિષેક પામેલા પૃથ્વીરાજ ચૌહાણે ભારત પર આક્રમણ કરનાર ખતરનાક આક્રમણકર્તા મહંમદ ઘોરી સામે હિંમતભેર સામનો કર્યો અને દેશ માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કર્યું.
પૃથ્વીરાજના શૌર્ય સાથે તેમનું માનવતાભાવ અને નૈતિક ધીરજ પણ શ્રેણીનો મુખ્ય આકર્ષણ બિંદુ રહેશે. તેઓ માત્ર શસ્ત્રાધારી યોદ્ધા નહીં, પણ સંસ્કૃતિના રક્ષક અને રાષ્ટ્રની અવિનાશી આત્માનો પ્રતિક હતા.
આ શ્રેણીનો કથાવાચક છે પ્રખ્યાત અભિનેતા અશુતોષ રાણા, જે પૃથ્વીરાજના સખા અને કવિ ચંદ બર્દાઈની ભૂમિકા ભજવી રહ્યા છે.
તેમણે કહ્યું કે, "પૃથ્વીરાજ એક એવો રાજા હતો જેને પોતાની માતૃભૂમિ પર ગર્વ હતો. યુવા હોવા છતાં તેમના નિર્ણય વ્યૂહરચનાત્મક અને રાષ્ટ્રહિતમાં હતા. આજે પણ ભારતમાં યુવાનોએ તેમની જેવી ભાવના અને ત્યાગની ભાવના અપનાવવી જોઈએ."
"ચક્રવર્તી સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ" માત્ર ટેલિવિઝન શ્રેણી નહીં, પણ એ એક સાહિત્યમય શ્રદ્ધાંજલિ છે એવા રાજા માટે, જેમણે રાષ્ટ્રને પોતાના જીવનથી ઉપર માન્યું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
