Nisha-Karan Row: કરણ મહેરાએ કહ્યુ - 'નિશા મારતી હતી મને, વિચારતો કે આત્મહત્યા કરી લઉ'

નિશા રાવલના બધા આરોપોને ખોટા ગણાવીને કરણ મહેરાએ મોટો ઘટસ્ફોટ કર્યો છે. જાણો વિગત.

મુંબઈઃ ટીવી અભિનેતા કરણ મહેરા પર તેની પત્ની નિશા રાવલે ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો છે ત્યારબાદ કરણ વિશે ઘણા પ્રકારની વાતો સામે આવી રહી છે. ટીવી સ્ટાર્સ પણ કરણ અને નિશા વિશે અલગ-અલગ વાતો કહી રહ્યા છે. એક ગ્રુપ કરણ સાથે ઉભુ છે અને એક ગ્રુપ નિશા રાવલ સાથે. હાલમાં નિશા રાવલના બધા આરોપોને ખોટા ગણાવીને કરણ મહેરાએ કહ્યુ કે તેની પત્ની ઘણી ઉગ્ર અને ગરમ મિજાજની છે, તે એને નહોતો મારતો ઉલટાનુ તેની પત્ની એને મારે છે.

મારી સાથે મારપીટ કરતી, સુસાઈડના વિચારો આવતા

મારી સાથે મારપીટ કરતી, સુસાઈડના વિચારો આવતા

એક મીડિયા ચેનલ સાથે વાત કરીને કરણ મહેરાએ કહ્યુ કે, 'હું એને શું મારીશ, એ ખુદ જ એમાં માહિર છે, મારપીટની આદત એને છે, મને નહિ. હું નિશા રાવલના વ્યવહારથી કંટાળી ગયો હતો અને એક સમયે તો મને એવુ લાગ્યુ હતુ કે મારે મારી જીવનલીલા સમાપ્ત કરી લેવી જોઈએ, હું કેવી રીતે આ નરક જેવી જિંદગીમાં જીવી શકુ છુ.' કરણે કહ્યુ કે, 'નિશા શરૂઆતથી જ ઘણી ગરમ સ્વભાવની રહી છે, વસ્તુઓને ઉઠાવીને ફેંકવી, ગાળા-ગાળી કરવી, વાત-વાત પર હાથ-પગ ચલાવવા, આ બધુ તે બહુ પહેલાથી કરતી આવી છે.'

નિશાને બહુ ગુસ્સો આવે છે, એ ડિવોર્સ માટે વધુ પૈસા માંગી રહી હતીઃ કરણ મહેરા

નિશાને બહુ ગુસ્સો આવે છે, એ ડિવોર્સ માટે વધુ પૈસા માંગી રહી હતીઃ કરણ મહેરા

કરણે આગળ કહ્યુ કે, 'મને લાગતુ હતુ કે સમય સાથે બધુ ઠીક થઈ જશે. અમુક વસ્તુઓ ઠીક પણ થઈ પરંતુ ફરીથી એની અંદર એ બધુ દેખાવા લાગ્યુ. એ ડિવોર્સ માટે વધુ પૈસા માંગી રહી હતી જેને નહોતો આપી શકતો એટલા માટે તે આ રીતે ધડ-માથા વગરની વાતો કરી રહી છે અને મારી ઈમેજ ખરાબ કરવાની કોશિશ કરી રહી છે. છેલ્લા 4-5 વર્ષોથી બધુ ખરાબ ચાલી રહ્યુ હતુ. હું ગમેતેમ કરીને મેનેજ કરવાની કોશિશ કરી રહ્યો હતો પરંતુ રોજેરોજ બધુ બગડવા લાગ્યુ અને મને લાગવા લાગ્યુ કે હું આત્મહત્યા કરી લઉ.'

6 વર્ષના ડેટિંગ પછી નિશા-કરણે કર્યા હતા લગ્ન

6 વર્ષના ડેટિંગ પછી નિશા-કરણે કર્યા હતા લગ્ન

તમને જણાવી દઈએ કે 6 વર્ષના ડેટિંગ બાદ નિશા અને કરણ મહેરાએ વર્ષ 2021માં લગ્ન કર્યા હતા. વર્ષ 2017માં બંને દીકરા કવિશના માતાપિતા બન્યા હતા પરંતુ 9 વર્ષના લગ્ન હવે તૂટવાની અણીએ છે અને આજે બંને એકબીજા પર ગંદા આરોપ લગાવી રહ્યા છે. નિશા રાવલે ગયા સોમવારે કરણ મહેરા સામે મારપીટ અને ઘરેલુ હિંસાનો કેસ નોંધાવ્યો હતો ત્યારબાદ કરણ મહેરાની પોલિસે ધરપકડ કરી હતી. જો કે અમુક કલાકો બાદ કરણ મહેરા જામીન પર છૂટી ગયો હતો.

કરણે મને હંમેશા દુઃખ આપ્યુઃ નિશા રાવલ

કરણે મને હંમેશા દુઃખ આપ્યુઃ નિશા રાવલ

નિશા રાવલે દાવો કર્યો છે કે, 'કરણનુ કોઈ બીજાની સાથે અફેર ચાલી રહ્યુ છે. કરણ તેની સાથે ઘણીવાર મારપીટ કરતો. તે ક્યારેક બેટથી કે ક્યારેક બેલ્ટથી તેને મારતો. મારો ચહેરો ઘણી વાર કાળો-વાદળી થયો છે. હું એક અભિનેત્રી છુ, મને મારા ચહેરાથી ખૂબ પ્રેમ છે પરંતુ કરણે મને હંમેશા દુઃખ આપ્યુ. હું અત્યાર સુધી મારા દીકરા માટે શાંત હતી પરંતુ સોમવારે જ્યારે કરણે દીવાલ સાથે માથુ ભટકાડ્યુ ત્યારે મારી ધીરજનો અંત આવી ગયો અને માટે મે કાયદાનો સહારો લીધો.' જો કે કરણ મહેરાએ અફેરના આરોપને પણ ખોટા ગણાવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X