Confirm: નવજોતસિંહ સિદ્ધુ છોડશે કપિલ શર્માનો કોમેડી શૉ
આખરે એ જ થયું જે ઘણા દિવસથી ચર્ચામાં હતું. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર નવજોતસિંહ સિદ્ધુ હવે કપિલ શર્માનો કોમેડી શો છોડવા જઈ રહ્યા છે. આ શોમાં તેઓ સ્પેશિયલ જજની ભૂમિકામાં હતા. સિદ્ધુની પત્ની નવજોતકૌરના મુજબ, હવે તેમના પતિ પંજાબના રાજકારણ પર ધ્યાન કેન્દ્રિત કરશે.

આમ જોવા જઈએ તો નવજોતસિંહ સિદ્ધુ ના કપિલ શર્માનો કોમેડી શૉ છોડી દેવાની ખબર પહેલા પણ આવી હતી. પરંતુ ત્યારપછી નવજોતસિંહ સિદ્ધુએ જાતે જ તે બધી જ ખબરોને નકારી નાખી હતી.

હાલમાં જ નવજોતસિંહ સિદ્ધુએ ભૂતપૂર્વ હોકી કપ્તાન પરગટ સિંહ સાથે મળીને આવાઝ એ પંજાબ ફોરમ પણ બનાવ્યું છે. આ ફોરમ ઇલેકશનમાં ઉતરશે. નવજોતસિંહ સિદ્ધુની પત્ની નવજોતકૌર ના જણાવ્યા મુજબ સિદ્ધુ કપિલ શર્માનો કોમેડી શૉ છોડી રહ્યા છે.

રિપોર્ટ મુજબ નવજોતકૌરએ જણાવ્યું છે કે હાલમાં તેમના પતિ પંજાબના રાજકારણ પર ધ્યાન કેન્દ્રિત કરશે. સિદ્ધુ 30 સપ્ટેમ્બર સુધીના શોનું રેકોર્ડિંગ કરી ચૂક્યા છે. ત્યારપછી તેઓ શૉને અલવિદા કહી દેશે. પરંતુ ખુબ નવજોતસિંહ સિદ્ધુએ આ વિશે કઈ જ કહ્યું નથી.

રિપોર્ટ મુજબ નવજોતસિંહ સિદ્ધુ 1 ઓક્ટોબરે અમૃતસર જશે. કપિલ શર્માનો કોમેડી શૉમાં કામ કરવાવાળા એક એક્ટરે પણ જણાવ્યું છે કે નવજોતસિંહ સિદ્ધુ શૉ છોડી રહ્યા છે.




-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
