બિગ બોસ 11 કન્ટેસ્ટન્ટ ની ધરપકડ, ફિરોતી માંગવાનો આરોપ
બિગ બોસ 11 કન્ટેસ્ટન્ટ જુબેર ખાનને મુંબઈ ક્રાઇમ બાન્ચે ફિરોતી માંગવાના આરોપમાં ધરપકડ કરી છે.
બિગ બોસ 11 કન્ટેસ્ટન્ટ જુબેર ખાનને મુંબઈ ક્રાઇમ બાન્ચે ફિરોતી માંગવાના આરોપમાં ધરપકડ કરી છે. આ વર્ષે બોગ બોસમાં પણ ગેરવર્તણૂકને કારણે સલમાન ખાને તેને શૉમાંથી કાઢી મુક્યો હતો. ત્યારપછી તેને બિગ બોસમાં બોલાવવામાં આવ્યો નહીં.

ખબર અનુસાર એક મહિલાએ બિગ બોસ પછી જુબેરની મદદ કરી હતી. પરંતુ જયારે જુબેરને લાગ્યું કે તે હવે ચેનલ સાથે હાથ મિલાવી ચુકી છે તો બદલો લેવા માટે તેને 1 કરોડ રૂપિયા ફિરોતી માંગી. મહિલાને ફિરોતી માટે પાકિસ્તાન અને યુએઈ થી ફોન આવી રહ્યા છે.
પોલીસે જયારે કેસની તપાસ કરી ત્યારે તેમને ખબર પડી કે તેની પાછળ જુબેર ખાનનો હાથ છે. જુબેરની તેના ઘરથી ધરપકડ કરવામાં આવી. હાલમાં તે પોલીસ કસ્ટડીમાં છે. બિગ બોસ ઘરની બહાર આવતા જુબેરે ઘણો હંગામો કર્યો હતો અને સલમાન ખાન વિશે પણ ઘણું કહ્યું હતું.
જુબેરે સલમાન ખાન માટે કહ્યું હતું કે તેઓ આકાશમાં ઘણું ઉડી ચુક્યા છે તેમને ધરતી પર આવી જવું જોઈએ. વિવેક ઓબેરોય સલમાન ખાન કરતા ઘણા સારા અભિનેતા છે. શૉ પૂરો થયો ત્યારે જુબેરે કહ્યું હતું કે કોઈ પણ કન્ટેસ્ટન્ટ ઘ્વારા મારુ નામ લેવામાં આવ્યું નથી. બધાને સલમાન ખાનની ગુડબુક માં રેહવું છે. આ શૉમાં મારી સાથે ખુબ જ ખરાબ થયું છે.
તેમને આગળ જણાવ્યું હતું કે સલમાન ખાને મને ધમકી આપી છે. મને ગાળો આપવામાં માટે કહેવામાં આવ્યું હતું. બીજાની ઇઝ્ઝત ઉતારીને પૈસા કમાવવામાં આવી રહ્યા છે. દિવસમાં બે વખત ગાળો આપો. એટલું જ નહીં પરંતુ લડવા માટે પણ જણાવવામાં આવી રહ્યું છે. આ બધું જ ટીઆરપી માટે થાય છે. સલમાન ખાન મારા દિલ સાથે રમ્યો છે. હવે હું તેના દિમાગ સાથે રમીશ હવે. જુઓ આ પઠાણ શુ કરે છે. તેને જે કરવું હોય તે કરે લે.
હાલમાં જુબેર ખાનની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ આગળની પ્રક્રિયા કરી રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
