Watch Promo : હૉટ એન હસીન છે મેરે ખ્યાલોં કી મલિકા
મુંબઈ, 4 ઑક્ટોબર : ઘણા દિવસોથી બહુચર્ચિત મલ્લિકા શેરાવતના શો ધ બૅચલરેટ ઇન્ડિયા મેરે ખ્યાલોં કી મલિકાનું પ્રોમો આજકાલ ટેલીવિઝન ચૅનલો ઉપર ધૂમ મચાવી રહ્યું છે. શોનું પ્રોમો ખૂબ જ આકર્ષક છે. શોના પ્રોમોમાં મલ્લિકાનું હુશ્ન જોવા લાયક છે. તેઓ કોઈક કયામતથી ઓછા નથી લાગતાં. લાલ કલરની સાડી પહેરી મલ્લિકા કોઇક હુશ્ન પરીની જેમ પડદા ઉપર નજરે પડે થે, તો કાળા રંગની શેરવાનીમાં શોના હોસ્ટ રોહિત રૉય પણ ખૂબ કમાલ લાગે છે.

કહે છે કે મલ્લિકાએ આ શો માટે 30 કરોડ રુપિયા લીધા છે. જો આ સાચુ હોય તો સાચે જ મોટી બાબત છે. શોનું પ્રમોશન ચાલુ છે. શો કેટલો રસપ્રદ રહેશે, તે તો સમય આવ્યે ખબર પડશે, પણ આ શો અગાઉ મલ્લિકા શેરાવતની કામણગારી અને તીવ્ર વાણીએ શોને ખૂબ જ ચર્ચિત કરી નાંખ્યો છે. શો પહેલા જ મલ્લિકાએ પોતાના માટે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પોતાના માટે ફિટ અને કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધીને અનફિટ જણાવી ખૂબ ચર્ચાઓ એકત્ર કરી લીધી છે.
ધ બૅચલરેટ ઇન્ડિયા મેરે ખ્યાલોં કી મલિકા શો લાઇફ ઓકે ચૅનલ ઉપર પ્રસારિત થવાનો છે. શોના હોસ્ટ રોહિત રૉય છે. શો 7મી ઑક્ટબરથી શરૂ થશે. અમેરિકાના હિટ રિયલિટી શો પર આધારિત આ શો વડે મલ્લિકા શેરાવત પોતાના માટે મૂરતિયો શોધશે અને સન્ની લિયોન તેમની મદદ કરશે.
<center><iframe width="100%" height="338" src="//www.youtube.com/embed/DiZeo9N3Irs" frameborder="0" allowfullscreen></iframe></center>
-
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
આજ રાતથી ગુજરાતમાં માવઠાનું જોર વધશે, હવામાનની નવી આગાહી -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Petrol Diesel Price: 2 એપ્રિલે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: UP-દિલ્હી સહિત 8 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
IPL 2026: KKRએ જીત્યો ટોસ, SRH પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 48 કલાકમાં ગુજરાતમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની સંભાવના -
KKR vs SRH: હૈદરાબાદની શાનદાર જીત, કોલકાતાને 65 રનથી હરાવ્યું -
કેજરીવાલે પત્ર લખીને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મળવાનો સમય માંગ્યો, જાણો કેમ? -
પાકિસ્તાનમાં મોંઘવારીનો આંચકો: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તોતિંગ વધારો -
પાકિસ્તાન આર્થિક સંકટ: કટોરો લઈને ભીખ માંગવા IMF જશે પાક, ઈરાને હાલત કરી ખરાબ, કેટલા પૈસાની છે જરૂર?










Click it and Unblock the Notifications
