Latest TRP : કેબીસીનો સપાટો, દીયા ઔર બાતી હમનો રકાસ, તારક મહેતાની એન્ટ્રી...
મુંબઈ, 30 ઑગસ્ટ : વર્ષ 2014ના 34મા અઠવાડિયાની ટીએએમ-ટીઆરપી રેટિંગ્સ રિલીઝ થઈ ગઈ છે અને કૌન બનેગા કરોડપતિ એટલે કે કેબીસી, જોધા અકબર તથા કુમકુમ ભાગ્ય માટે સારા સમાચાર છે. આ ત્રણે શોએ સ્ટાર પ્લસના લોકપ્રિય શો દીયા ઔર બાતી હમને જબર્દસ્ત પછડાટ આપી તેને પહેલાથી ચોથા સ્થાને ફેંકી દીધો છે.
અમિતાભ બચ્ચન દ્વારા હોસ્ટેડ કૌન બનેગા કરોડપતિએ 9.0 રેટિંગ સાથે પહેલા સ્થાને તરાપ મારી છે, તો જોધા અકબરની રેટિંગમાં સુધારો થયો છે. આ શો 8.9 રેટિંગ સાથે બીજા સ્થાને પહોંચી ગયો છે. તેવી જ રીતે કુમકુમ ભાગ્યની ટીઆરપી રેટિંગમાં પણ ઉછાળો આવ્યો છે અને તે ત્રીજા સ્થાને રહ્યો છે. આમ સ્ટાર પ્લસનો દીયા ઔર બાતી હમ શો રેટિંગની રેસમાં પાછળ રહી ગયો છે અને તેનું સ્થાન પહેલાથી ગગડી ચોથું થઈ ગયું છે.
દીયા ઔર બાતી શો છેલ્લા ઘણા વખતથી પહેલા સ્થાને જળવાયેલો હતો, પરંતુ 34મા અઠવાડિયે આ શો 7.3 ટીઆરપી રેટિંગ સાથે ચોથા સ્થાને ફસકી પડ્યો છે. ગત અઠવાડિયે તેનું રેટિંગ 10.7 હતું. ટૉપ 10 યાદીમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સહિત કેટલાક નવા શોની પણ એન્ટ્રી થઈ છે.
ચાલો તસવીરો સાથે જોઇએ ટૉપ 10 ટેલીવિઝન શો :

લેટેસ્ટ ટૉપ 10 શો
વર્ષ 2014ના 34મા અઠવાડિયાનું ટીઆરપી રેટિંગ આઉટ થઈ ગયું છે અને આ વખતે ઘણી ઉથલ-પાથલ થઈ છે. જોવા માટે આગળ ચાલો...

કેબીસી નંબર 1
કૌન બનેગા કરોડપતિના ઉદ્ઘાટન એપિસોડના પગલે આ શો 9.0 ટીઆરપી રેટિંગ સાથે પહેલા સ્થાને રહ્યો છે. ગત અઠવાડિયે 10.7 રેટિંગ સાથે દીયા ઔર બાતી હમ પહેલા સ્થાને હતો.

જોધા અકબર નંબર 2
ઝી ટીવીનો શો જોધા અકબર 8.9 રેટિંગ સાથે બીજા સ્થાને આવી ગયો છે. ગત અઠવાડિયે પાંચમા સ્થાને રહેલ જોધા અકબરે સાથ નિભાના સાથિયાનું સ્થાન લીધું છે કે જે ગત અઠવાડિયે 9.5 રેટિંગ સાથે બીજા સ્થાને હતો.

કુમકુમ ભાગ્ય નંબર 3
8.1 ટીઆરપી રેટિંગ સાથે કુમકુમ ભાગ્ય ત્રીજા સ્થાને રહ્યો છે. ગત અઠવાડિયે 8.0 રેટિંગ સાથે ચોથા સ્થાને રહેલ કુમકુમ ભાગ્યે મહાભારતનું સ્થાન લીધુ છે કે જે 8.5 રેટિંગ સાથે ચોથા સ્થાને હતો.

દીયા ઔર બાતી હમ નંબર 4
સ્ટાર પ્લસનો સતત પહેલા સ્થાને રહેતો દીયા ઔર બાતી હમ શો ટીઆરપી રેટિંગની રેસમાં પાછળ પડી ગયો છે. આ શો ગત અઠવાડિયે 10.7 રેટિંગ સાથે પહેલા સ્થાને હતો, પરંતુ હવે તે 7.3 રેટિંગ સાથે ચોથા સ્થાને ગબડી પડ્યો છે. ગત અઠવાડિયે ચોથા સ્થાને કુમકુમ ભાગ્ય હતો.

સાથ નિભાના સાથિયા નંબર 5
ગત અઠવાડિયે 9.5 રેટિંગ સાથે બીજુ સ્થાન મેળવનાર સાથ નિભાના સાથિયા આ અઠવાડિયે 7.2 રેટિંગ સાથે પાંચમા સ્થાને આવી ગયો છે. ગત અઠવાડિયે પાંચમા સ્થાને જોધા અકબર હતો.

જમાઈ રાજા નંબર 6
6.7 ટીઆરપી રેટિંગ સાથે જમાઈ રાજાનો ટૉપ 10ની યાદીમાં 6ઠા સ્થાન સાથે પ્રવેશ થયો છે. ગત અઠવાડિયે 7.4 રેટિંગ સાથે યે રિશ્તા ક્યા કહલાતા હૈ શો છઠા સ્થાને હતો કે જે આ વખતે ટૉપ 10ની યાદીમાંથી બહાર થઈ ગયો છે.

કૉમેડી નાઇટ્સ વિથ કપિલ નંબર 7
કપિલ શર્માનો શો કૉમેડી નાઇટ્સ વિથ કપિલ 6.5 ટીઆરપી રેટિંગ સાથે સાતમા સ્થાને જળવાયેલો છે. ગત અઠવાડિયે આ શો 6.9 રેટિંગ સાથે આ પૉઝિશને જ હતો.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નંબર 8
ઘણા સમય બાદ સબ ટીવીનો લોકપ્રિય કૉમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો પણ ટૉપ 10 યાદીમાં પ્રવેશ થયો છે. 6.2 ટીઆરપી રેટિંગ સાથે આ શોએ 8મો સ્થાન હાસલ કર્યો છે. ગત અઠવાડિયે 6.2 રેટિંગ સાથે કુબૂલ હૈ શો 8મા સ્થાને હતો.

કુબૂલ હૈ નંબર 9
ગત અઠવાડિયે 6.2 રેટિંગ સાથે 8મા સ્થાને રહેલ કુબૂલ હૈ શો 6.2 જ રેટિંગ સાથે 9મા સ્થાને ફસકી પડ્યો છે. ગત અઠવાડિયે નવમા સ્થાને યે હૈ મોહબ્બતેં શો હતો કે જે આ વખતે ટૉપ 10 યાદીમાંથી બહાર થઈ ગયો છે.

સસુરાલ સિમર કા
સસુરાલ સિમર કા શોએ પણ ટૉપ 10 યાદીમાં પુનઃ પ્રવેશ મેળવ્યો છે. 6.1 ટીઆરપી રેટિંગ સાથે આ શો દસમા સ્થાને રહ્યો છે. ગત 5.4 રેટિંગ સાથે ડોલી અરમાનોં કી 10મા સ્થાને હતો કે જે આઉટ થઈ ગયો છે.













Click it and Unblock the Notifications
