કૅટરીના ‘ભાભી’ સાથે ‘રોમાંસ’ કરવા માંગે છે બેબો!
મુંબઈ, 3 ડિસેમ્બર : હૅડલાઇન વાંચીને આપનું મગજ ચકરાઈ ગયું હશે, પણ શું કરીએ. આપણા બેબોના મોઢામાંથી આવા જ શબ્દો ફુટ્યાં છે. મૅડમ કરીના લગ્ન બાદ કંઈક વધુ જ બિંદાસ્ત થઈ ગયાં છે અને તેનું પ્રમાણ જોવા મળશે કરણ જૌહરના શો કૉફી વિથ કરણમાં કે જ્યાં કરીના પોતાના ભાઈ રણબીર કપૂર સાથે હાજર રહેવાનાં છે. કરણના બિંદાસ્ત સવાલોના બિંદાસ્ત જવાબ આપનાર કરીના શો દરમિયાન રણબીર સામે જ પોતાના હરીફ અભિનેત્રી કૅટરીના કૈફને ભાભી કહી સંબોધશે.
કરણ જૌહર આ શોમાં કરીનાને સવાલ કરશે કે જો તેમને તક મળે, તો તેઓ કોની સાથે સમલૈંગિક સંબંધ બનાવવાનો પ્રયત્ન કરશે. જવાબમાં કરીનાએ વગર ખચકાટે જણાવ્યું - અફકોર્સ પોતાની ભાભી કૅટરીના કૈફ સાથે. કરીનાના જવાબ વખતે રણબીરનો ચહેરો જોવા લાયક થઈ ગયો. કરીના કપૂર શો દરમિયાન એ પણ બતાવશે કે તેઓ પોતાના નાના ભાઈ રણબીરના લગ્નનો આતુરતાપૂર્વક ઇંતેજાર કરે છે કે જેથી તેઓ લહેંગો-ચોળી પહેરી રણબીરના લગ્નમાં શીલા કી જવાની અને ચિકની ચમેલી જેવા કૅટના જ હિટ ગીતો પર ડાન્સ કરી શકે.
નોંધનીય છે કે આજકાલ બૉલીવુડમાં એ સમાચારો પુરજોશ ચર્ચામાં છે કે કરીનાના નાના ભાઈ રણબીર કપૂર અને સેક્સી કૅટરીના કૈફ વચ્ચે અફૅર ચાલે છે. બંને લગ્ન કરવાના છે. અગાઉ નીતૂ સિંહ તથા હવે કરીનાની વાતોથી સ્પષ્ટ છે કે આ ચર્ચાઓ સાવ દમ વગરની નથી, કારણ કે જે વખતે કરીના પોતાની વાતો કરતા હતાં, તે વખતે રણબીર કપૂર માત્ર સ્મિત ફરકાવતા હતાં કે જેનો મતલબ છે કે તેમની બહેનની વાતોમાં સચ્ચાઈ છે.

કૉફી વિથ કરણ
કરણ જૌહરનો શો કૉફી વિથ કરણ ખૂબ જ ચર્ચિત થઈ રહ્યો છે. આ શોમાં કરીના કપૂર અને તેમના પિતરાભાઈ બહેન રણબીર કપૂરે હાજરી આપી હતી.

બિંદાસ્ત સવાલોના બિંદાસ્ત જવાબો
કૉફી વિથ કરણમાં કરણ જૌહરે કરીના કપૂર સામે બિંદાસ્ત સવાલોનો મારો ચલાવ્યો, તો કરીનાએ એટલા જ બિંદાસ્ત જવાબો પણ આપ્યાં.

કૅટને ભાભી સંબોધ્યાં
કરીનાએ આ શો દરમિયાન પોતાના હરીફ અભિનેત્રી કૅટરીના કૈફને ભાભી તરીકે સંબોધિત કર્યાં. એટલુ જ નહીં, તક મળે તો કરીનાએ કૅટ સાથે સમલૈંગિક સંબંધો બાંધવાની ઇચ્છા વ્યક્ત કરી.

ચર્ચિત અફૅર
બૉલીવુડમાં છેલ્લા કેટલાંક સમયથી રણબીર કપૂર અને કૅટરીના કૈફ વચ્ચે અફૅરની ધૂમ ચર્ચાઓ ચાલી રહી છે.

લગ્નની અટકળો
અત્યાર સુધી કહેવાતુ હતુ કે કૅટ-રણબીરના લગ્ન થવાના છે. નીતૂ કપૂર પણ સંકેત આપી ચુક્યાં છે. હવે કરીનાએ આમ રણબીર સામે ખુલ્લેઆમ કૅટને ભાભી કહ્યાં. તેથી સ્પષ્ટ છે કે આ જોડી લગ્ન મંડપ સુધી જરૂર પહોંચશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
