KBC -11: 15 વર્ષની ઉંમરમાં 8 લોકોએ કર્યો રેપ, 22 હજારથી વધુ મહિલાઓને કરાવી યૌન તસ્કરીમાંથી મુક્ત
સુનીતા કૃષ્ણને 22 હજારથી વધુ મહિલાઓ અને બાળકીઓને યૌન તસ્કરીમાંથી મુક્ત કરાવી છે. કેબીસીમાં પહોંચેલી સુનીતાએ પોતાની સાથે થયેલી એ ભયાનક ઘટનાનો ઉલ્લેખ કર્યો જેને સાંભળીને સૌ ચોંકી ગયા.
સોની ટીવી દ્વારા પ્રસારિત થતા શો કોન બનેગા કરોડપતિ -11ના કર્મવીબ સ્પેશિયલ એપિસોડમાં સમાજસેવિકા સુનીતા કૃષ્ણન ભાગ લેવા માટે પહોંચ્યા. આ દરમિયાન તેમણે પોતાના સંઘર્ષો વિશે જણાવ્યુ. સુનીતા કૃષ્ણને 22 હજારથી વધુ મહિલાઓ અને બાળકીઓને યૌન તસ્કરીમાંથી મુક્ત કરાવી છે. કેબીસીમાં પહોંચેલી સુનીતાએ પોતાની સાથે થયેલી એ ભયાનક ઘટનાનો ઉલ્લેખ કર્યો જેને સાંભળીને અમિતાભ બચ્ચન સહિત તમામ દર્શકો ચોંકી ગયા.

15 વર્ષની ઉંમરમાં 8 જણાએ કર્યો મારો રેપ - સુનીતા
શો દરમિયાન કૃષ્ણને આપવીતી સંભળાવી, સોની ટીવીના ઓફિશિયલ ટ્વિટર અકાઉન્ટથી બે વીડિયો શેર કરવામાં આવ્યા છે જેમાં સુનીતા કૃષ્ણન પોતાની જિંદગી સાથે જોડાયેલી ચોંકાવનારી ઘટના જણાવી રહી છે. આ વીડિયોમાં તે કહેતી નજર આવી રહી છે, જ્યારે 15 વર્ષની હતી, 8 લોકોએ મારો બળાત્કાર કર્યો હતો. આ વાત સાંભળીને અમિતાભ બચ્ચન હેરાન રહી જાય છે. સુનીતા જણાવે છે કે તેના પર 17 વાર હુમલો થયો.
|
17 વાર થયો હુમલોઃ સુનીતા
સુનીતાએ જણાવ્યુ કે, મરવુ કોઈ પ્રોબ્લેમ નથી પરંતુ જ્યાં સુધી મારા શ્વાસ છે, બીજી છોકરીઓ જે આ રીતે પીડિત છે અને વેશ્યાલયોમાં છે તેમને બચાવવામાં પોતાની આખી જિંદગી લગાવવા ઈચ્છુ છુ. આ દરમિયાન અમિતાભ બચ્ચને જણાવ્યુ કે સુનીતાએ 22 હાજરથી વધુ મહિલાઓ અને બાળકીઓને યૌન તસ્કરીમાંથી મુક્ત કરાવી.

22 હજારથી વધુ મહિલાઓને કરાવી યૌન તસ્કરીમાંથી મુક્ત
એક અન્ય વીડિયોમાં સુનીતા કહે છે, આજકાલ રેપના વીડિયો સોશિયલ મીડિયા દ્વારા વાયરલ કરવામાં આવી રહ્યા છે, મે 9 મહિનાની બાળકી સાથે રેપ કરતો વીડિયો જોયો છે. સૌથી નાની બાળકી જેને મે બચાવી તે સાડા ત્રણ વર્ષની છે. આ કહેતા તેમનુ ગળુ ભરાઈ ગયુ કે એ બીજા ગ્રહમાંથી આવેલા માણસ નથી, આપણા જ દેશના છે, પોતાના પરિવારના છે. સુનીતા એનજીઓ પ્રજ્જવલાની મુખ્ય અધિકારી અને સહ સંસ્થાપક છે. આ સંસ્થા યૌન તસ્કરીની શિકાર બાળકીઓ અને મહિલાઓને રાહત અને પૂનર્વાસનુ કામ કરે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
