કામ્યા પંજાબીએ લગ્ન બાદ પતિને કરી કિસ, સોશિયલ મીડિયા પર ફોટા વાયરલ
કામ્યાએ કિસ ડે પર શલભ સાથેનો પોતાનો એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
ટેલિવિઝનની જાણીતી અભિનેત્રી કામ્યા પંજાબીએ પોતાના બૉયફ્રેન્ડ શલભ દાંગ સાથે લગ્ન કરી લીધા છે. બંનેના લગ્નમાં ટીવી ઈન્ડસ્ટ્રીના જાણીતા લોકો શામેલ થયા. બંનેના લગ્નના ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. કામ્યાએ કિસ ડે પર શલભ સાથેનો પોતાનો એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

કામ્યા પંજાબીએ આ ફોટો કર્યો શેર
કામ્યાના પતિ શલભ દિલ્લી સ્થિત હેલ્થ કેર સ્પેશિયાલિસ્ટ છે. કામ્યા તેમની સાથે ફોટામાં ઘણી ખુશ દેખાઈ રહી છે. કિસ ડેને સેલિબ્રેટ કરીને કામ્યા પંજાબીએ શલભ દાંગને કિસ કરતો એક ફોટો શેર કર્યો છે. ફોટાને શેર કરીને કામ્યા પંજાબીએ કેપ્શનમાં લખ્યુ છે, ‘પાર્ટીનો મારો આ સૌથી ફેવરિટ ફોટો છે.'
10 ફેબ્રુઆરીએ થયા હતા લગ્ન
બંનેના લગ્નના બીજા પણ ઘણા ફોટા વાયરલ થઈ રહ્યા છે. 10 ફેબ્રુઆરી, 2020ના રોજ બંનેના લગ્ન થયા હતા. મુંબઈમાં 11 ફેબ્રુઆરીના રોજ એક મોટુ રિસેપ્શન પણ થયુ. રિસેપ્શન પાર્ટીમાં કામ્યા ડાર્ક ગ્રીન અને ગોલ્ડન કલરનો લહેંગો પહેરેલી જોવા મળી. આ સાથે તેણે હેવી જ્વેલરી પણ પહેરેલી હતી. તમને જણાવી દઈએ કે આ કામ્યા પંજાબીના બીજા લગ્ન છે.

આ કામ્યા પંજાબીના બીજા લગ્ન છે
કામ્યાના પહેલા લગ્ન વર્ષ 2003માં બંટી નેગી સાથે થયા હતા. બંટી અને કામ્યા પંજાબીની એક દીકરી પણ છે. લગ્ન બાદ બંને વચ્ચે ખટરાગના સમાચારો આવતા રહ્યા, ત્યારબાદ બંનેએ અલગ થવાનો નિર્ણય કર્યો. કામ્યા પંજાબી બિગ બૉસ 10માં પણ દેખાઈ હતી. બિગ બૉસ 10ના વિજેતા મનવીર ગુર્જર અને કામ્યા પંજાબી શોમાં ઘણા નજીક હતા. બંને એકબીજાનો ઘણો સાથ પણ આપતા હતા. ત્યારબાદ બંનેના રિલેશનશિપના સમાચાર આવ્યા પરંતુ બંનેએ તેને માત્ર એક અફવા ગણાવી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
