નચ બાલિયે 9ને લઈ સલમાન ખાને કર્યો મોટો ખુલાસો, એક્સ કપલ ધમાલ મચાવશે
નચ બાલિયે 9ને લઈ સલમાન ખાને કર્યો મોટો ખુલાસો, એક્સ કપલ ધમાલ મચાવશે
નચ બાલિયે સીઝન 9ને લઈ આ વખતે ફેન્સ વચ્ચે ઉત્સાહ વધી રહ્યો છે. ગત બે વર્ષથી ફેન્સમાં ઉત્સાહ વધી ગયો છે. ગત બે વર્ષથી ફેન્સ આ શોના આવવાનો ઈંતેજાર કરી રહ્યા હતા. આવતાની સાથે જ આ શોનું નામ સલમાન ખાન સાથે જોડાઈ ગયું છે. જી હાં, અમે પહેલા પણ તમને જણાવી ચૂક્યા છીએ કે નચ બલિયે 9ના નિર્માલા આ વખતે સલમાન ખાન હશે. એવા અહેવાલ છે કે તેઓ શોના કેટલાક એપિસોડને જજ કરતા પણ જોવા મળી શકે છે. પરંતુ જો તમે એમ વિચારી રહ્યા હોવ કે આ વખતે ટીવીના રિયલ લાઈફ કપલ નચ બાલિયાના ધમાલ મચાવશે, તો એવું બિલકુલ નથી. બલકે આ શોમાં પહેલીવાર નવું ટ્વિસ્ટ લાવવામાં આવી રહ્યું છે.

સલમાન ખાને કર્યો મોટો ખુલાસો
સલમાને આ વિશે નચ બલિયે 9માં એક્સ લવર્સને સ્ટેજ પર ઉતારવાની યોજના બનાવી છે. એક અખબાર મુજબ આ વર્ષે નચ બલિયે એન્ટરટેઈનમેન્ટનો એવો ટ્વિસ્ટ લાવશે, જેને જોઈ ફેન્સ સરપ્રાઈઝ થઈ જશે. આ વખતે રિયલ લાઈફ જોડી સાથે એક્સ કપલ પણ સાથે જોવા મળશે. જણવાી દઈએ કે નચ બલિયેના મેકર્સ જૂનના અંત સુધી શોની તમામ જોડીને ફાઈનલ કરી લેશે. શક્ય છે કે 9 જુલાઈના રોજ શો ટેલિકાસ્ટ કરવાની યોજના છે. હવે એ જોવું દિલચસ્પ હશે કે આ વખતે નચ બલિયેનો એક્સવાળો કોન્સેપ્ટ કેટલો પસંદ આવે છે. ચલો ત્યારે સમય ગુમાવ્યા વીના ટૉપ ટીવી કપલ પર નજર ફેરવીએ..

રશ્મિ દેસાઈ અને નંદીશ સંધૂ
રશ્મિ દેસાઈ અને નંદીશ સંધૂએ 2012માં લગ્ન કર્યાં હતાં. પરંતુ વર્ષ 2015માં બંનેના ડિવોર્સ થઈ ગયા હતા. અહેવાલો મુજબ બંનેના તલાકનું કારણ નંદીશની એક મૉડેલ સાથે વધતી નજદીકીઓ જણાવવામાં આવી છે.

કરણ પટેલ અને અમિતા
નચ બલિયે 3 દરમિયાન કરણ પટેલે અમિતા સાથે આ મંચ પર રોમાંસ વાળો ડાન્સ કર્યો હતો. પરંતુ બાદમાં એવા અહેવાલ આવ્યા હતા કે અમિતા અને કરણ માત્ર સારા મિત્રો છે.

કવિતા કૌશિક અને કરણ ગ્રોવર
કવિતા કૌશિક અને કરણ ગ્રોવર નચ બલિયે સીઝન 3માં આવ્યા તો જજથી લઈ દર્શકો સુધી તમામે આ જોડીને બહુ પસંદ કરી પરંતુ શો ખતમ થયા બાદ બંનેનું બ્રેકઅપ થઈ ગયું.

શ્રદ્ધા નિગમ અને કરણ સિંહ ગ્રોવર
શ્રદ્ધા નિગમ કરણ સિંહ ગ્રોવરની પહેલી પત્ની છે. બંને નચ બલિયે બાદ એકબીજાથી અલગ થઈ ગયા હતા. 2 ડિસેમ્બર 2008માં લગ્ન કર્યાં હતાં. 10 મહિના બાદ તલાક લઈ લીધા.

ડેલનાઝ અને રાજીવ
2010માં ડેલનાઝ અને રાજીવે લગ્ન અને 2012માં છૂટાછેડા લઈ લીધા. બંને 14 વર્ષથી રિલેશનશિપમાં હતા. ડેલનાઝે રાજીવ પર ચીટિંગ કરવાનો આરોપ લગાવ્યો હતો.

દલજીત અને શાલીન ભનોટ
વર્ષ 2009માં દલજીત અને ટીવી એક્ટર શાલીન ભનોટે લગ્ન કર્યાં હતાં પરંતુ તેમના આ લગ્ન વધુ સમય સુધી ન ટકી શક્યાં અને બંનેએ તલાક લઈ લીધા. નચ બલિયેમાં તેમને એકસાથે છેલ્લી વાર જોવામાં આવ્યાં હતાં. દીકરો થયા બાદ શાલીન અને દલજીતમાં ભારે વિવાદ પેદા થયો હતો.

કરિશ્મા તન્ના અને ઉપેન પટેલ
કરિશ્મા તન્ના અને ઉપેન પટેલની મુલાકાત બિગ બૉસ 9માં થઈ અને બંને નચ બલિયે બાદ કેટલાક મહિના સુધી સાથ રહી અલગ થઈ ગયા.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
