તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેનની વાપસીનું સત્ય શું છે, તેમના પતિએ કર્યો ખુલાસો

દિશા વાકાણીના પતિ મયૂર પડિયાએ તેમની તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં વાપસી વિશે મોટુ નિવેદન આપ્યુ છે.

સબ ટીવીના ખૂબ જ લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેનની વાપસીની રાહ લાંબા સમયથી કરી રહ્યા છે. હાલમાં જ સમાચાર પણ આવ્યા હતા કે જલ્દી જ દયાબેન એટલે કે દિસા વાકાણી શોમાં કમબેક કરી શકે છે. આ વાતનો ખુલાસો ખુદ શોના નિર્માતા અસિત કુમાર મોદીએ કર્યો હતો, તેમણે નવરાત્રિ દરમિયાન આ વાતની પુષ્ટિ કરીને કહ્યુ કે જલ્દી જ દિશા વાકાણી એટલે કે દયાબેન શોમાં કમબેક કરી રહ્યા છે. જો કે હવે સમગ્ર મામલે દિશા વાકાણીના પતિ મયૂર પડિયાએ તેમની તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં વાપસી વિશે મોટુ નિવેદન આપ્યુ છે. તેમના આ વેદન બાદ સવાલ ઉઠી રહ્યા છે કે છેવટે દયાબેનની શોમાં વાપસીનુ સત્ય શું છે?

દયાબેને તારક મહેતા... ના સ્પેશિયલ એપિસોડ માટે કર્યુ શૂટ

દયાબેને તારક મહેતા... ના સ્પેશિયલ એપિસોડ માટે કર્યુ શૂટ

મળતી માહિતી મુજબ લગભઘ બે વર્ષ બાદ અભિનેત્રી દિશા વાકાણીએ હાલમાં જ સબ ટીવીના શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના એક સ્પેશિયલ એપિસોડનો શૂટિંગમાં ભાગ લીધો. આ શૂટ આ શોના એક ખાસ ભાગ લીધો હતો જેમાં દયાબેન શામેલ થયા. આ દરમિયાનશાં દયાબેનની વાપસીના સમાચાર બાદ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ફેન્સને તેમની વાપસીની આશાઓ વધી ગઈ છે. ફેન્સને એવુ લાગી રહ્યુ છે કે જલ્દી દયાબેનનને તે પહેલાની જેમ સ્ક્રીન પર જોવા મળશે. પરંતુ આ દરમિયાન દયાબેન ઉર્ફે દિશા વાકાણીના પતિ મયૂર પડિયાએ તેમની શોમાં વાપસીની અટકળો પર મૌન તોડ્યુ છે.

અભિનેત્રીના પતિ બોલ્યા - શોમાં વાપસીનો નિર્ણય હજુ ફાઈનલ નથી

અભિનેત્રીના પતિ બોલ્યા - શોમાં વાપસીનો નિર્ણય હજુ ફાઈનલ નથી

દિશા વાકાણીના પતિ મયૂર પાડિયાએ સ્પષ્ટ કર્યુ કે અભિનેત્રીનો સંપૂર્ણપણે શોમાં વાપસીનો નિર્ણય હજુ ફાઈનલ નથી. વાસ્તવમાં તે હજુ પણ શોના નિર્માતાઓ સાથે વાતચીત કરી રહ્યા છે અને જલ્દી એક સૌહાર્દપૂર્ણ સમાધાન સુધી પહોંચવાની આશા છે. બૉમ્બે ટાઈમ્સ સાથે વાતચીત દરમિયાન મયૂર પડિયાએ કહ્યુ, ‘દિશા વાકાણીએ શોના એપિસોડના ખાસ ભાગના શૂટિંગમાં ભાગ લીધો છે પરંતુ નિર્માતાઓ સાથે અમારી વાતચીત હજુ પણ ફાઈનલ નથી થઈ. એટલા માટે તે અત્યારે શોમાં સંપૂર્ણપણે પાછી નહિ આવે. અમે આશા કરી રહ્યા છે કે અમે જલ્દી સૌહાર્દપૂર્ણ સમાધાન સુધી પહોંચી શકીશુ.'

શું શોમાં વાપસી નહિ કરે દયાબેન

શું શોમાં વાપસી નહિ કરે દયાબેન

બીજી તરફ દિશા વાકાણીના ખાસ એપિસોડમાં વાપસી માટે પ્રોડ્યુસર અસિત કુમાર મોદી ઘણા ખુશ છે. તેણે આશા વ્યક્ત કરી છે કે દિશા જલ્દી શોમાં ફરીથી જોવા મળશે. અસિતનુ કહેવુ છે કે અમારી વચ્ચે વાતચીત ચાલી રહી છે. અમે જલ્દી કોઈ ફાઈનલ નિર્ણય પર પહોંચીશુ. અમે ઘણા સમયથી દિશા વાકાણી સાથે વાત કરી રહ્યા છે. મે પહેલા પણ જણાવ્યુ કે કોઈ પણ શોથી મોટુ નથી હોતુ. તેમણે આ પહેલા પણ કહ્યુ હતુ કે જલ્દી દિશા શોમાં વાપસી કરશે પરંતુ જે રીતે દિશાના પતિ મયૂર પડિયાનુ લેટેસ્ટ નિવેદન આવ્યુ છે તે બાદ દિશા વાકાણીના શોમાં સંપૂર્ણપણે વાપસી પર સસ્પેન્સ વધી ગયુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X