OMG: બિપાશાએ લાઇક કર્યો જેનિફર વિંગેટનો વીડિયો!!
થોડા દિવસો પહેલાં જ ફેમસ ટીવી એક્ટ્રેસ જેનિફર વિંગેટનો બર્થ ડે હતોકરણ સિંહ ગ્રોવરની એક્સ-વાઇફ જેનિફરના બર્થ ડે વીડિયોને બિપાશાએ લાઇક કર્યો હતોબિપાશાએ આ વીડિયો લાઇક કરતાં સોશિયલ મીડિયા પર તેને ટ્રોલ
થોડા દિવસો પહેલાં જ બિપાશા બાસુના હસબન્ડ કરણ સિંહ ગ્રોવરની એક્સ-વાઇફ જેનિફર વિંગેટનો બર્થ ડે હતો. જેનિફર હાલ સોની ટીવી પર આવતી સિરિયલ બેહદમાં જોવા મળી રહી છે. તેના બેહદના કોસ્ટાર્સે જેનિફરના બર્થ ડે માટે સ્પેશિયલ સરપ્રાઇઝ પ્લાન કર્યું હતું.
બર્થ ડે બાદ જેનિફરે પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કો-સ્ટાર્સ, મીડિયા અને ફેન્સને થેંક યૂ કહેતો એક વીડિયો પોસ્ટ કર્યો હતો.

બિપાશાએ લાઇક કર્યો વીડિયો
જેનિફરે પોતાના વીડિયોમાં તેનો બર્થ ડે સ્પેશિયલ બનાવવા બદલ ફેન્સ, મીડિયા અને કો-સ્ટાર્સનો આભાર માન્યો હતો. સૌના આશ્ચર્ય વચ્ચે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલ આ વીડિયો પર બિપાશા બાસુની લાઇક જોવા મળી હતી.

બિપાશા થઇ ટ્રોલ
બિપાશાએ આ વીડિયો લાઇક કરતાં જ સોશિયલ મીડિયા પર જેનિફરના ફેન્સ તેને ટ્રોલ કરવા લાગ્યા. ઘણાએ બિપાશાને અટેન્શન સીકર કહી, તો ઘણાએ કહ્યું કે, બિપાશા જોબલેસ હોવાથી જેનિફર શું કરે છે અને શું નહીં, તેની પર નજર રાખી રહી છે. ટ્રોલ્સથી કંટાળીને આખરે બિપાશાએ વીડિયો અનલાઇક કરી દીધો. જો કે, એ પછી પણ લોકો અટક્યા નહીં.

ઘણાએ લીધી બિપાશાની સાઇડ
જો કે, ટ્રોલ્સ સામે ઘણાએ બિપાશાનો પક્ષ પણ લીધો હતો. કેટલાક લોકોનું કહેવું હતું કે, બિપાશાએ વીડિયો લાઇક કરી પોતાના અને જેનિફરના સંબંધોને સહજ કરવાનો મેચ્યોર પ્રયત્ન કર્યો હતો. જો કે, આ પછી પણ કેટલાકે બિપાશાને ટ્રોલ કરવાનું ચાલુ રાખ્યું હતું, ઘણાએ એમ પણ કહ્યું કે, બિપાશા જેનિફરનો સક્સેસ મંત્ર જાણવા માટે તેની પર નજર રાખી રહી છે.

કરણ સિંહ ગ્રોવર-જેનિફર વિંગેટ
ઉલ્લેખનીય છે કે, બિપાશા બાસુ કરણ સિંહ ગ્રોવરની ત્રીજી વાઇફ છે. વર્ષ 2009માં કરણે સૌ પ્રથમ ટીવી એક્ટ્રેસ શ્રદ્ધા નિગમ સાથે લગ્ન કર્યા હતા. 2010માં જ તેમના ડિવોર્સ થઇ ગયા, ત્યાર બાદ 2012માં કરણ સિંહ ગ્રોવરે જેનિફર વિંગેટ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ બિપાશા સાથેની કરણની વધતી ક્લોઝનેસને કારણે આખરે વર્ષ 2014માં જેનિફર અને કરણ છૂટા પડી ગયા.

બિપાશા બાસુ-કરણ સિંહ ગ્રોવર
જો કે, તે સમયે ઘણાનું માનવું હતું કે બિપાશા-કરણનો અફેર માત્ર એક અફવા છે. કારણ કે, કરણ બિપાશા સાથેની ફિલ્મ અલોનથી બોલિવૂડમાં પદાર્પણ કરનાર હતો. આ ફિલ્મમાં બંન્નેના ઘણા બોલ્ડ સિન હતા. ફિલ્મ તો બોક્સ ઓફિસ પર ફ્લોપ ગઇ, પરંતુ કરણ અને બિપાશાનો પ્રેમ ખીલી ઉઠ્યો. બંન્ને અનેકવાર સાથે વેકેશન માણતા જોવા મળ્યા હતા. આખરે 30 એપ્રિલ, 2016ના રોજ કરણ અને બિપાશાએ લગ્ન કર્યા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
