સિદ્ધૂ પર રોષે ભરાયાં બિગ બૉસ, પાણી પુરવઠો બંધ
મુંબઈ, 23 ઑક્ટોબર : બિગ બૉસનું ઘર છે જ એવું કે જ્યાં એકે કરેલી ભૂલની સજા આખા ઘરને ભોગવવી પડે છે. બિગ બૉસની છેલ્લી ઘણી સીઝનમાં આપણે જોયું કે ભૂલ કોઈ પણ કરે, પણ બિગ બૉસ જ્યારે સજા આપે, તો તેઓ આખા ઘરે સહન કરવી પડે છે અને પછી આખા ઘરના સભ્યો મળી ભૂલ કરનાર સભ્યને મેણા-ટોણા મારી ગાંડો કરી નાંખે છે.

આ વખતે બિગ બૉસ 6ના ઘરમાં કઈંક એવું જ બનવાનં છે. બિગ બૉસના ઘરે સભ્યોનું બીજુ અઠવાડિયું છે અને આ અઠવાડિયે નવજ્યોત સિંહ સિદ્ધૂએ કરેલી ભૂલની સજા મળશે આખા ઘરને.
બન્યું એવું કે સોમવારના એપિસોડમાં બિગ બૉસે સભ્યોને એક ટાસ્ક આપ્યું કે જે લક્ઝરી બજેટ માટે હતું. આ ટાસ્ક દરમિયાન બિગ બૉસે અડધા સભ્યોને બાદશાહ બનાવ્યાં તથા અડધાને ગુલામ. બાદશાહોને સમ્પૂર્ણ છુટ હતી કે તેઓ કઈં પણ કરે, ગુલામોને આદેશ કરે અને મન ફાવે ત્યારે તેમની સાથે વાતો કરે, પરંતુ ગુલામોને લિવિંગ એરિયામાં જ સુવાનું કહેવામાં આવ્યું. બદશાહો સાથે વાત કરતાં પહેલાં તેમને મંજૂરી લેવાનું જણાવાયું. ઘરના તમામ સભ્યોએ આ ટાસ્કને ગંભીરતાપૂર્વક લીધું, પરંતુ સિદ્ધૂએ આ ટાસ્ક દરમિયાન કોઈ પણ કામ કર્યું નહિં.
સિદ્ધૂના આવા વલણથી બિગ બૉસ રોષે ભરાયા તથા નારાજ થઈ ગયાં અને આજે તેઓ સિદ્ધૂની આ ભૂલની સજા તમામ સભ્યોને આપતાં ઘરની પાણી પુરવઠો બંધ કરી દેશે. હવે સિદ્ધૂના કારણે વગર પાણીએ રહેતાં સભ્યો ઉપર શું વીતી રહી છે તે આજ રાતના એપિસોડમાં આપ જોઈ શકશો. આજ સુી જે સિદ્ધૂને ઘરવાળા સૌથી બહેતર સમજતા હતાં, આજે તે જ સિદ્ધૂ ઘરના લોકો માટે કોઈક વિલન કરતાં ઓછા નથી. હવે જોવું એ છે કે ઘરના સભ્યોની નારાજગીની સિદ્ધૂ ઉપર શી અસર પડે છે અને શું સિદ્ધૂ આ મુશ્કેલીનો કોઈ ઉકેલ શોધી શકશે કે કેમ?
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
