Bigg Boss 17: આર્યન ખાનની વકીલ સના રઈસ ખાન સામે FIR, સલમાન ખાનના શોમાં આવવા પર થયો હોબાળો
Bigg Boss 17: સલમાન ખાનનો લોકપ્રિય શો બિગ બૉસ 17 શરૂ થઈ ગયો છે. આ વખતે ઘરમાં 17 સ્પર્ધકોએ એન્ટ્રી કરી છે, જેમાંથી કેટલીક ટીવી જગતની જાણીતી હસ્તીઓ છે, તો કેટલાક સોશિયલ મીડિયા સ્ટાર્સ છે, જ્યારે એક નામ જે ખૂબ ચર્ચામાં છે તે સના રઈસ ખાન છે, જે એક વકીલ છે.
તમને જણાવી દઈએ કે, સના રઈસ ખાન વ્યવસાયે ક્રિમિનલ લૉયર છે. જે શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ડ્રગ્સના કેસમાં ધરપકડ કરવામાં આવતાં ચર્ચામાં આવી હતી. સના રઈસ ખાન આર્યન ખાનના ડ્રગ્સ કેસમાં કામ કરતા વકીલોની ટીમમાંથી એક હતી.

બિગ બૉસમાં સનાના ભાગ લેવાને લઈને વિવાદ શરૂ થઈ ગયો છે. બૉમ્બે હાઈકોર્ટના વકીલ આશુતોષ જે દુબેએ શોમાં સનાની ભાગીદારી સામે વાંધો ઉઠાવ્યો છે અને તેને 'બાર કાઉન્સિલના નિયમોનું ઉલ્લંઘન' ગણાવ્યું છે. વકીલે બાર કાઉન્સિલ ઑફ ઈન્ડિયામાં પણ ફરિયાદ નોંધાવી હતી અને તેને 'વ્યાવસાયિક ગેરવર્તણૂકનો ગંભીર કેસ' ગણાવ્યો હતો.
વકીલે તેના ટ્વિટર અકાઉન્ટ પર ફરિયાદ પત્ર શેર કર્યો અને લખ્યું, "મે બાર કાઉન્સિલ ઑફ ઈન્ડિયાને ઔપચારિક રીતે જાણ કરી છે કે વકીલ સના રઈસ ખાને રિયાલિટી શો 'બિગ બૉસ 17'માં સ્પર્ધક તરીકે ભાગ લીધો છે જે બાર કાઉન્સિલના નિયમોનું ઉલ્લંઘન છે."
તમને જણાવી દઈએ કે, સના એક ક્રિમિનલ લૉયર છે જે બોમ્બે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરે છે. તેણે ઘણા હાઈ-પ્રોફાઈલ કેસમાં આરોપીઓનું પ્રતિનિધિત્વ કર્યું છે. આર્યન ખાન કેસ સિવાય સનાએ શીના બોરા મર્ડર કેસમાં મુખ્ય આરોપી ઈન્દ્રાણી મુખર્જીનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
I have formally notified the Bar Council of India that Advocate Sana Raees Khan has participated as a contestant in the reality show 'Bigg Boss 17' which is violation of Bar Council Rules.
— ADV. ASHUTOSH J. DUBEY 🇮🇳 (@AdvAshutoshBJP) October 17, 2023
According to rules 47 to 52 of the Bar Council of India Rules, advocates are prohibited… pic.twitter.com/sbz5JKVtFm
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
