Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Bigg Boss 17: બિગ બૉસના 'બાબૂ ભૈયા' છે કરોડોની સંપત્તિના માલિક, લક્ઝરી કાર અને બાઈક જોઈ ઉડી જશે હોશ

Anurag Dobhal (BABU BHAIYA UK07 Rider): લોકપ્રિય ટીવી શો બિગ બૉસ 17માં આ વખતે યુટ્યુબર અનુરાગ ડોભાલ ઉર્ફે બાબુ ભૈયા આવ્યા છે. બાબુ ભૈયા UK07 રાઇડર તરીકે ઓળખાય છે. અનુરાગ ડોભાલ એક પ્રખ્યાત મોટોવ્લોગર, ટ્રાવેલ બ્લોગર, યુટ્યુબર અને સોશિયલ મીડિયા સ્ટાર છે.

બાબુ ભૈયા હાલમાં કરોડોની સંપત્તિના માલિક છે. અનુરાગને લક્ઝરી બાઇક અને કારનો શોખ છે. જાન્યુઆરી 2018માં તેની યુટ્યુબ ચેનલ શરૂ કર્યા પછી, આજે બાબુ ભૈયાની યુટ્યુબ ચેનલ 'ધ UK07 રાઇડર'ના 7.23 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ છે. તેની ઈન્સ્ટાગ્રામ ચેનલ @anurag_dobhal પર તેના 5 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.

anurag dobhal

અનુરાગ ડોભાલ ઉર્ફે બાબુ ભૈયા ઉત્તરાખંડના દેહરાદૂનનો રહેવાસી છે. અનુરાગ ડોભાલનો જન્મ 18 સપ્ટેમ્બર 1997ના રોજ દેહરાદૂનના એક નાના ગામમાં થયો હતો. તેનો જન્મ એક મધ્યમ વર્ગીય પરિવારમાં થયો હતો. અનુરાગ ડોભાલની ઉંમર હાલ 24 વર્ષ છે. નાનપણથી જ અનુરાગને બાઇક પર ફરવાનો ખૂબ જ શોખ હતો.

અનુરાગ ડોભાલના પિતાનું નામ જગદંબા પ્રસાદ છે. તે શિક્ષક છે. તેની માતા મનીષા ડોભાલ ગૃહિણી છે. અનુરાગ ડોભાલના ભાઈનું નામ અનુજ ડોભાલ અને બહેનનું નામ ભાવ્યા છે. અનુરાગ ડોભાલે દેહરાદૂનની બોયઝ સ્કૂલમાં અભ્યાસ કર્યો અને ઉત્તરાંચલ કોલેજમાંથી સ્નાતક થયો.

અનુરાગે તેની યુટ્યુબ ચેનલ The UK 07 Rider 1 જાન્યુઆરી 2018ના રોજ શરૂ કરી હતી. તેણે અત્યાર સુધીમાં 800થી વધુ વીડિયો અપલોડ કર્યા છે. અનુરાગ ડોભાલ ઉર્ફે બાબુ ભૈયાની લોકપ્રિયતાને કારણે, 2023ની શરૂઆતમાં, ભારત અને વિદેશની ઘણી સાઇટ્સે તેને વિશ્વના સૌથી લોકપ્રિય મોટોવ્લોગર તરીકે સ્થાન આપ્યું છે.

જો કે, ભારતમાં કેટલાક પ્રખ્યાત મોટો વ્લોગર્સ છે જેમના બાબુ ભૈયા કરતા વધુ ફોલોઅર્સ અને સબ્સ્ક્રાઇબર્સ છે. પરંતુ બાબુ ભૈયાના વીડિયોની પહોંચ સૌથી વધુ છે. પાકિસ્તાન-કરતારપુર કોરિડોરની રાઈડ બાદ અનુરાગને સૌથી વધુ ઓળખ મળી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર અનુરાગ ડોભાલ ઉર્ફે બાબુ ભૈયાની કુલ સંપત્તિ 25 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. તે વાર્ષિક 1 કરોડ રૂપિયા અને દર મહિને લગભગ 10થી 15 લાખ રૂપિયાની કમાણી કરે છે. અનુરાગ લક્ઝરી બાઈકનો શોખીન છે. તેની પાસે ડુકાટી v4s, BMW GS310 અને Kawasaki zx10r જેવી મોંઘી બાઇક છે. અનુરાગ તેની મોટાભાગની રાઈડ KTM પર કરે છે. અનુરાગ પાસે ઘણી મોંઘી કાર પણ છે.

અનુરાગ ડોભાલની ગર્લફ્રેન્ડ નેપાળની છે. અનુરાગ ડોભાલની ગર્લફ્રેન્ડનું નામ સવ્યા છે. તે પણ મોટો વ્લોગર છે. અનુરાગ સવ્યાને પહેલીવાર ભારત-નેપાળ બૉર્ડર પર મળ્યો હતો. જોકે ઘણા લોકો કહે છે કે અનુરાગ ડોભાલે સવ્યા સાથે બ્રેકઅપ કરી લીધું છે. અનુરાગ ડોભાલ હાલમાં દુબઈમાં રહેતી સાહિબા સાથેના લિંકઅપને લઈને ચર્ચામાં છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X