Bigg Boss 17: ધ્રૂસકેને ધ્રૂસકે રડી અંકિતા લોખંડે, પતિ વિકી જૈને ઘરમાં પહોંચતા જ છોડી દીધી એકલી
Ankita Lokhande Vicky Jain Fight: અંકિતા લોખંડે અને તેના પતિ વિકી જૈન વચ્ચે ઝઘડો થાય છે અને આ પછી અંકિતા રડતી જોઈ શકાય છે. આ બંને વચ્ચે શું થયું તે બહાર આવ્યું નથી પરંતુ અંકિતાના શબ્દો પરથી લાગે છે કે વિકી જૈન તેને સાથ નથી આપી રહ્યો.
અંકિતા કહે છે, "ઘરે ગયા પછી મને કહેવામાં આવ્યું હતું કે અમે સાથે રહીશું. અમે ક્યાંય સાથે નથી. દુનિયા મને નુકસાન પહોંચાડી શકે નહીં, ફક્ત મારા પોતાના લોકો જ મને નુકસાન પહોંચાડી શકે છે. અને હું હર્ટ નથી થઈ રહી."

મને કોઈ દુઃખી ન કરી શકે, આશા છે કે મારા માણસ, તુ મને દુઃખ નથી પહોંચાડી રહ્યાો" અંકિતા લોખંડે પછી પલંગ પર સૂતા-સૂતા રડતી જોવા મળે છે અને વિકી માફી માંગતો દેખાઈ રહ્યો છે.
જો કે, વિકી સાથે વાત કરતી વખતે અંકિતા કહે છે, "હું ખૂબ જ એકલતા અનુભવી રહી છુ. વિકી, તું દરેક જગ્યાએ છે, પણ તું મારી સાથે નથી. હું એકલી અનુભવી રહી છું." આ પ્રોમો જંગલની આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. જો કે, એ જોવાનુ રહેશે કે આ એપિસોડમાં લડાઈનું કારણ શું છે.
વિકી જૈન અને અંકિતા લોખંડેને શાનદાર કપલમાંથી એક માનવામાં આવે છે પરંતુ ઘણીવાર એવું જોવા મળે છે કે બંને ખૂબ જ અલગ દેખાય છે. ઉલ્લેખનીય છે કે અંકિતા લોખંડેને આ સિઝનમાં પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે.
જો કે, લૉક અપ વિનર મુનાવર ફારુકી પણ આ શોનો એક ભાગ છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે તે આ શો પર રાજ કરશે. સ્ટેન્ડઅપ કૉમેડિયન મુનાવર ફારુકીની ફેન ફોલોઈંગ જબરદસ્ત છે અને તેને સારા વોટ મળવાના છે.
જુઓ, અંકિતા અને વિકીનો આ પ્રોમો...
Tomorrow's episode Promo - Couples Drama pic.twitter.com/N98WohLh3G
— #BiggBoss_Tak👁 (@BiggBoss_Tak) October 17, 2023












Click it and Unblock the Notifications
