નાના પડદે વધુ એક સાસુ-વહુ શો : આખિર બહુ ભી એક બેટી હી હૈ
મુંબઈ, 18 સપ્ટેમ્બર : સાસુ-વહુની વાર્તાઓથી ભરાયેલા નાના પડદે આખિર બહુ ભી એક બેટી હી હૈ નામે વધુ એક શો ટુંકમાં જ આવી રહ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ શોમાં સાસુ-વહુના સંબંધોને એક અલગ જ પાસુ છે. શોમાં વહુને એક એવી સ્વતંત્ર સ્ત્રી તરીકે દર્શાવાશે કે જે પોતાના માટે સન્માન કેળવે છે.

આખિર બહુ ભી તો બેટી હી હૈ શોમાં એ બાબત ઉપર પણ ધ્યાન આપવામાં આવશે કે કેમ એક વહુ સાસુની અપેક્ષાઓના ભાર હેઠળ દબાઈ રહી છે. ટેલીવિઝન ઉપર સાસુ-વહુના શોની શરુઆત એકતા કપૂર નિર્મિત ક્યોંકિ સાસ ભી કભી બહુ થી દ્વારા થઈ હતી. તે પછી અનેક શો આવ્યાં અને હવે આ નવો શો ઉમેરાઈ રહ્યો છે.
આખિર બહુ ભી તો બેટી હી હૈ સીરિયલમાં સાસુ નૌલખા દેવી હશે અને આ રોલ પ્રાચી પાઠક કરશે. પ્રાચીએ અફસર બિટિયા, મન કી આવાજ પ્રતિજ્ઞા અને કૅરી જેવા કાર્યક્રમોમાં અભિનય કર્યો છે. તો બીજી બાજુ પાયલ રાજપૂત વહુ સિયાનો રોલ ભજવશે. પાયલ સપનોં સે ભરે નૈના શોમાં કામ કર્યું છે. ગોરખપુરની પૃષ્ઠભૂમિ પર આધારિત આખિર બહુ ભી તો બેટી હી શોમાં એક રુઢિવાદી પરિવારની એક કડક અને વર્ચસ્વ ધરાવતી સાસુ જોવા મળશે. નૌલખા દેવી જીવંત, ચુલબુલી અને બહુમુખી વહુ સિયાની બાબતમાં રુઢિવાદી છે. આ શો સહારા વન ચૅનલ ઉપર શરૂ થશે.












Click it and Unblock the Notifications
