24 વર્ષ બાદ 'ટાઈટેનિક'ની અભિનેત્રી કેટ વિંસલેટે કર્યો ખુલાસો, આ રીતે શૂટ થયો હતો મૂવીનો એ ઈંટિમેટ સીન
ટાઈટેનિક ફિલ્મની લીડ અભિનેત્રી કેટ વિંસલેટે એ લવમેકિંગ સીન્સ વિશે વર્ષો બાદ પોતાનુ મૌન તોડ્યુ છે.
નવી દિલ્લીઃ ઈતિહાસના સૌથી મોટા સમુદ્રી જહાજ ટાઈટેનિકની દૂર્ઘટના પર બનેલી હૉલિવુડ ફિલ્મ 'ટાઈટેનિક'ને આ શુક્રવારે 24 વર્ષ પૂરા થઈ જશે. 90ના દશકના ઘણા ઓછા એવા ફિલ્મી પ્રેમી હશે જેમણે આ આઈકૉનિક મૂવી ન જોઈ હોય. આ ફિલ્મનો ક્રેઝ આજે પણ છે. એક્ટર લિયોનાર્ડો ડિ કેપ્રિયો અને અભિનેત્રી કેટ વિંસલેટની જોડીને કોઈ કેવી રીતે ભૂલી શકે છે. 'ટાઈટેનિક'માં ઘણા ઈંટિમેટ સીન પણ ફિલ્માવામાં આવ્યા હતા જેને લઈને ફિલ્મ ઘણી ચર્ચામાં હતી. હવે ફિલ્મની લીડ અભિનેત્રી કેટ વિંસલેટે એ લવમેકિંગ સીન્સ વિશે વર્ષો બાદ પોતાનુ મૌન તોડ્યુ છે.

24 વર્ષ બાદ અભિનેત્રીએ તોડ્યો રાઝ
હૉલિવુડની સૌથી લોકપ્રિય ફિલ્મોમાંની એક 'ટાઈટેનિક' 17 ડિસેમ્બર, 1997ના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મથી લિયોનાર્ડો ડિકેપ્રિયો અને કેટ વિંસલેટ રાતોરાત સ્ટાર બની ગયા હતા. 'ટાઈટેનિક'ને હિંદી સહિત ઘણા ભાષાઓમાં ડબ કરવામાં આવી અને તેને ઘણા ઑસ્કર અવૉર્ડ પણ મળ્યા હતા. હવે ફિલ્મને 24 વર્ષ પૂરા થવાના પ્રસંગે અભિનેત્રી કેટ વિંસલેટે જણાવ્યુ છે કે છેવટે એ દિવસોમાં ફિલ્મમાં લવમેકિંગ સીનને કેવી રીતે શૂટ કરવામાં આવ્યા હતા. કેટે મૂવીને લઈને ઘણા બીજા ખુલાસા પણ કર્યા છે.

સીન શૂટ થયા બાદ કેટને થઈ નિરાશા
પોતાના એક ઈન્ટરવ્યુમાં કેટ વિંસલેટે જણાવ્યુ કે જ્યારે ફિલ્મમાં કારની અંદર સેક્સવાળા ઈંટિમેટ સીનનુ શૂટિંગ પૂરુ થયુ ત્યારે તે ખૂબ નિરાશ થઈ ગઈ હતી. વળી, એક્ટર લિયોનાર્ડો શૂટ બાદ એકદમ નૉર્મલ હતા. કેટે કહ્યુ, 'સીનને ફિલ્માવતી વખતે અમે સંપૂર્ણપણે કેરેક્ટરમાં હતા, સ્ક્રિપ્ટ મુજબ રોઝ, જેકને પ્રેમ કરવા માંગતી હતી. આ દરમિયાન શૂટ પૂર થતા જ જેવો કેમેરા બંધ થયો અમે પોત-પોતાના રસ્તે જવા લાગ્યા, સીન હવે ખતમ થઈ ચૂક્યો હતો.'

શું આ શરમની વાત છે?
અભિનેત્રી કેટે આગળ કહ્યુ, 'મને આજે પણ યાદ છે, હું સૂતા સૂતા વિચારી રહી હતી કે જે થયુ તે શું શરમની વાત છે? પરંતુ આ બહુ સારુ હતુ.' કેટે જણાવ્યુ કે ટાઈટેનિકમાં કામ કરતા પહેલા તે અને લિયોનાર્ડો ઘણા સારા દોસ્ત હતા. બંને છેલ્લા વીસ વર્ષોથી પણ વધુ સમયથી એકબીજાને જાણે છે. તેમણે જણાવ્યુ કે ફિલ્મના સીનને ફિલ્માવતા પહેલા બંનેએ એકબીજાની સેક્સ લાઈફ વિશે વાત કરી હતી. બંનેએ એકબીજાને અમુક સલાહ પણ આપી હતી.

આ રીતે કરી સીન માટે તૈયારી
કેટે જણાવ્યુ, 'અમે આના માટે કોઈ નોટ નહોતી બનાવી, સીનને કઈ રીતે શૂટ કરવો જોઈએ એ માટે ચર્ચા જરુર કરી હતી. આવા કામોમાં લિયોનાર્ડો ઘણા સારા છે. તેમણે મને જે સેક્સ્યુઅલ ટિપ્સ આપી તે કામ કરી ગઈ. કદાચ મારી સલાહે પણ આવુ જ કામ કર્યુ હશે.' તમને જણાવી દઈએ કે કેટ અને લિયોનાર્ડોનો આ સીન એટલો પૉપ્યુલર થયો કે ઘણા લોકો આ સીન માટે ફિલ્મને જુએ છે.

ક્યારે આવે છે ફિલ્મમાં એ સીન
તમને જણાવી દઈએ કે ફિલ્મમાં ગરીબ છોકરા જેકનો રોલ લિયોનાર્ડોએ કર્યો હતો અને અમીર ઘરની છોકરી રોઝનુ કેરેક્ટર કેટે નિભાવ્યુ હતુ. મૂવીમાં બંનેને ટાઈટેનિક જહાજની સફર દરમિયાન જ પ્રેમ થઈ જાય છે. આ દરમિયાન બંને એક સીનમાં ટાઈટેનિકના લોઅર ફ્લોરમાં એક કારની અંદર સેક્સ કરે છે. જો કે, ફિલ્મનો દુઃખદ અંત આવે છે. એક તરફ જ્યાં ટાઈટેનિક ડૂબી જાય છે ત્યાં બીજી તરફ રોઝને બચાવવા માટે જેક પોતાનો જીવ કુરબાન કરી દે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
