Sorry : ભારતીય દર્શકો નહીં જોઈ શકે હૉલીવુડ ફિલ્મ Sex Tape!

મુંબઈ, 25 જુલાઈ : ભારતીય દર્શકોમાં બૉલીવુડ ફિલ્મોનો જેટલો ઇંતેજાર રહે છે, તેટલી જ ઉત્સુકતા હૉલીવુડ ફિલ્મો અંગે પણ હોય છે. ભારતમાં ઘણા એવા લોકો છે કે જે બૉલીવુડ સાથે જ હૉલીવુડ ફિલ્મો જોવાનું પણ પસંદ કરે છે, તો કેટલાક એવા દર્શકો પણ છે કે જેઓ માત્ર અને માત્ર હૉલીવુડ ફિલ્મો જુએ છે, કારણ કે આવા લોકો એમ માને છે કે બૉલીવુડ ફિલ્મો એટલી ઉન્નત કે અદ્યતન નથી હોતી કે જેટલી હૉલીવુડ ફિલ્મો હોય છે.

એટલે જ તો હૉલીવુડની કોઈ પણ ફિલ્મ આવવાની હોય, તો લોકોને ઇંતેજાર રહે છે. હૉલીવુડ ફિલ્મોનું ભારતીયોમાં આકર્ષણનુ કારણ પણ જાણીતુ છે. પહેલી વાત તો હૉલીવુડ ફિલ્મોમાં એક્શન, ટેક્નિક એટલી આબેહુબ હોય છે કે જે જોવા લોકો થિયેટર સુધી લાંબા થવા મજબૂર થઈ જાય છે. એટલુ જ નહીં, હૉલીવુડ ફિલ્મોમાં ભારતીય દર્શકો માટે ખાસ રસપ્રદ વસ્તુ સેક્સ અને હૉટનેસ પણ હોય છે.

પરંતુ હૉલીવુડ ફિલ્મોના ચાહક ભારતીય દર્શકો માટે એક માઠા સમાચાર આવ્યા છે. ચાલો જોઇએ તસવીરો સાથે કે શું છે એ બૅડ ન્યુઝ :

જેનો હતો ઇંતેજાર

જેનો હતો ઇંતેજાર

હૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાંથી એક મોસ્ટ અવેટેડ ફિલ્મ આવી રહી હતી. સેક્સ ટેપ શીર્ષક ધરાવતી આ ફિલ્મનો લોકોને આતુરતાપૂર્વક ઇંતેજાર હતો.

સોની પિક્ચર્સનું નિર્માણ

સોની પિક્ચર્સનું નિર્માણ

સેક્સ ટેપ જાપાની કમ્પનીનો ભાગ સોની પિક્ચર્સ એંટરટેનમેંટનું નિર્માણ છે કે જે ફિલ્મો ઉપરાંત સીરિલયો પણ બનાવે છે.

કૅમરન ડિયાઝ સ્ટૅરર

કૅમરન ડિયાઝ સ્ટૅરર

જેક કસડન દિગ્દર્શિત સેક્સ ટેપ ફિલ્મમાં જેસન સેગેલ અને કૅમરન ડિયાઝ લીડ રોલમાં છે.

અમેરિકામાં રિલીઝ

અમેરિકામાં રિલીઝ

સેક્સ ટેપ હૉલીવુડ ફિલ્મ છે અને તે અમેરિકામાં રિલીઝ થઈ ચુકી છે.

ભારતમાં નહીં થાય રિલીઝ

ભારતમાં નહીં થાય રિલીઝ

ભારતીય દર્શકો માટે માઠા સમાચાર એ છે કે સેક્સ ટેપ ભારતમાં રિલીઝ નહીં થાય.

સેંસર બોર્ડનો ઇનકાર

સેંસર બોર્ડનો ઇનકાર

સેંસર બોર્ડે સેક્સ ટેપ ફિલ્મ ભારતમાં રિલીઝ કરવા માટેની મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો છે.

વધુ પડતી અશ્લીલતા

વધુ પડતી અશ્લીલતા

સેંસર બોર્ડની દલીલ છે કે કૅમરન ડિયાઝ અભિનીત સેક્સ ટેપ ફિલ્મમાં વધુ પડતી અશ્લીલતા છે.

પ્રત્યાઘાતનો ઇનકાર

પ્રત્યાઘાતનો ઇનકાર

સેંસર બોર્ડના ઇનકાર અંગે સોની પિક્ચર્સે પુષ્ટિ કરી છે, પણ આ અંગે કોઈ પણ જાતનો પ્રત્યાઘાત આપવનો ઇનકાર કર્યો છે.

ફૅન્સ નિરાશ

ફૅન્સ નિરાશ

ભારતીય સેંસર બોર્ડ દ્વારા સેક્સ ટેપ ફિલ્મને ભારતમાં રિલીઝ કરવાની મંજૂરી નહીં અપાતા ભારતના હૉલીવુડ ફિલ્મોના ફૅન્સ નિરાશ થઈ ગયા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X