Trailer Out : ફિફ્ટી શેડ્સ ઑફ ગ્રે પર ગ્રહણ લગાવી શકે આ Sexy સીન્સ...
મુંબઈ, 30 જુલાઈ : ભારતીય દર્શકોમાં બૉલીવુડ ફિલ્મોનો જેટલો ઇંતેજાર રહે છે, તેટલી જ ઉત્સુકતા હૉલીવુડ ફિલ્મો અંગે પણ હોય છે. ભારતમાં ઘણા એવા લોકો છે કે જે બૉલીવુડ સાથે જ હૉલીવુડ ફિલ્મો જોવાનું પણ પસંદ કરે છે, તો કેટલાક એવા દર્શકો પણ છે કે જેઓ માત્ર અને માત્ર હૉલીવુડ ફિલ્મો જુએ છે, કારણ કે આવા લોકો એમ માને છે કે બૉલીવુડ ફિલ્મો એટલી ઉન્નત કે અદ્યતન નથી હોતી કે જેટલી હૉલીવુડ ફિલ્મો હોય છે.
એટલે જ તો હૉલીવુડની કોઈ પણ ફિલ્મ આવવાની હોય, તો લોકોને ઇંતેજાર રહે છે. હૉલીવુડ ફિલ્મોનું ભારતીયોમાં આકર્ષણનુ કારણ પણ જાણીતુ છે. પહેલી વાત તો હૉલીવુડ ફિલ્મોમાં એક્શન, ટેક્નિક એટલી આબેહુબ હોય છે કે જે જોવા લોકો થિયેટર સુધી લાંબા થવા મજબૂર થઈ જાય છે. એટલુ જ નહીં, હૉલીવુડ ફિલ્મોમાં ભારતીય દર્શકો માટે ખાસ રસપ્રદ વસ્તુ સેક્સ અને હૉટનેસ પણ હોય છે.
હૉલીવુડ ફિલ્મોના ચાહક ભારતીય દર્શકો માટે થોડાક સમય અગાઉ એક માઠા સમાચાર આવ્યા હતાં કે ભારતમાં સેક્સ ટેપ ફિલ્મ રિલીઝ નહીં થાય. સેંસર બોર્ડે કેટલાક સેક્સી અને અશ્લીલ દૃશ્યો સામે વાંધો લેતા સેક્સી ટેપ ફિલ્મને ભારતમાં રિલીઝ કરવાની મંજૂરી આપી નથી. હવે વધુ એક હૉલીવુડ ફિલ્મ ઉપર પ્રતિબંધનો ખતરો તોળાઈ રહ્યો છે. એ ફિલ્મનુ ટ્રેલર રિલીઝ થઈ ગયો છે અને ટ્રેલર જોયા બાદ સ્પષ્ટ લાગે છે કે ભારતીય સેંસર બોર્ડ આ ફિલ્મને રિલીઝ કરવાની મંજૂરી કદાચ નહીં આપે.
ચાલો તસવીરો સાથે જોઇએ કે કઈ છે એ ફિલ્મ, કેવુ છે તેનું ટ્રેલર અને કયા દૃશ્યો તેની ઉપર ભારતમાં ગ્રહણ લગાવી શકે?

ફિફ્ટી શેડ્સ ઑફ ગ્રે
અમે વાત કરી રહ્યાં છીએ હૉલીવુડ ફિલ્મ ફિફ્ટી શેડ્સ ઑફ ગ્રે વિશે કે જેનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.

જેમ્સના પુસ્તક પર આધારિત
ફિફ્ટી શેડ્સ ઑફ ગ્રે ફિલ્મ ઈ એલ જેમ્સના બેસ્ટ સેલર પુસ્તકની વાર્તા પર આધારિત ફિલ્મ છે.

જેમી ડોરમૅન-ડૅકોટ જ્હૉનસન
ફિફ્ટી શેડ્સ ઑફ ગ્રે ફિલ્મમાં ક્રિશ્ચિયન ગ્રેનો રોલ જેમી ડૉરનૅન તથા એનસ્તેશિયા સ્ટીલનો રોલ ડૅકેટો જ્હૉનસન કરી રહ્યાં છે.

સૅમ ટેલર જ્હૉનસન દિગ્દર્શક
ફિફ્ટી શેડ્સ ઑફ ગ્રે ફિલ્મનું દિગ્દર્શન સૅમ ટેલર જ્હૉનસને કર્યુ છે.

વૅલેંટાઇન ડે પ્રસંગે રિલીઝ
ફિફ્ટી શેડ્સ ઑફ ગ્રે ફિલ્મ આગામી વૅલેંટાઇન ડે પ્રસંગે એટલે કે 13મી ફેબ્રુઆરી, 2015ના રોજ રિલીઝ થવાની છે.

આવી છે વાર્તા
ફિફ્ટી શેડ્સ ઑફ ગ્રે ફિલ્મની વાર્તા મુજબ સાહિત્યની વિદ્યાર્થિની એનાસ્તેશિયા સ્ટીલ ઇંટરવ્યૂ માટે ક્રિશ્ચિયન ગ્રે પાસે જાય છે. એનાસ્તેશિયા ગ્રેથી ઇમ્પ્રેસ થઈ જાય છે.

નજીક આવે છે એના-ગ્રે
માસૂમ અને સીધી-સાદી એનાસ્તેશિયા એટલે કે એના ક્રિશ્ચિયન ગ્રેને ચાહવા લાગે છે અને તે તેની વધુ નજીક જવા લાગે છે. ગ્રે પણ એની તરફ આકર્ષાય છે.

ગ્રેની શરતો
એનાસ્તેશિયા સ્ટીલ અને ક્રિશ્ચિયન ગ્રે એક બીજાને ચાહવા લાગે છે, પરંતુ તે જ દરમિયાન ગ્રે કેટલીક શરતો મૂકે છે.

સેક્સની જુદી જ દુનિયા
ફિફ્ટી શેડ્સ ઑફ ગ્રે ફિલ્મના ટ્રેલરમાં જ્યારે એના તેની નજીક આવે છે, ત્યારે ગ્રે સાથે જોડાયેલ સેક્સની એક જુદી જ દુનિયામાં પોતાને પામે છે.

ચોંકાવનારૂ સીન
ફિફ્ટી શેડ્સ ઑફ ગ્રે ફિલ્મના ટ્રેલરના સૌને ચોંકાવનાર આ સીનમાં એના સેક્સની જે જુદી જ દુનિયામાં પોતાને પામે છે, ત્યાં હંટર, આંખોએ પટ્ટી અને હાથકડીઓ છે.

ડૅકોટાના ટૉપલેસ સીન્સ
ફિલ્મમાં ડૅકટો જ્હૉનસને ટૉપલેસ સીન્સ પણ આપ્યાં છે.

કિસિંગ સીન્સ
ફિફ્ટી શેડ્સ ઑફ ગ્રેમાં ડૅકોટાએ જેમી ડૉરનૅન સાથે કિસિંગ સીન્સ પણ ભરપૂર આપ્યાં છે.

બૅનનો ભય
ફિફ્ટી શેડ્સ ઑફ ગ્રે ફિલ્મમાં આવા હૉટ-કિસિંગ-ટૉપલેસ સીન્સ જોતા ભારતમાં તેની રિલીઝ પર ગ્રહણ લાગવાનો ભય છે.

સેક્સ ટેપ બૅન
તાજેતરમાં જ જાણવા મળ્યુ હતું કે હૉલીવુડ ફિલ્મ સેક્સ ટેપને ભારતીય સેંસર બોર્ડે અશ્લીલ દૃશ્યોના કારણે જ રિલીઝ કરવાની મંજૂરી નહોતી આપી. આ અંગેની વિસ્તૃત માહિતી માટે ક્લિક કરો અને ફિફ્ટી શેડ્સ ઑફ ગ્રેનું ટ્રેલર જોવા સ્લાઇડર આગળ ફેરવો.
માણો ટ્રેલર
ફિફ્ટી શેડ્સ ઑફ ગ્રે ફિલ્મનું હૉટ-સેક્સી ટ્રેલર માણવા સ્લાઇડર પર ક્લિક કરો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
