ચાર્લી ચેપલિનની દીકરી જોસેફિન ચેપલિનનુ 74 વર્ષની વયે નિધન, આ ફિલ્મોમાં કરી ચૂકી છે કામ
Josephine Chaplin Passed Away: વિશ્વ વિખ્યાત અભિનેતા અને હાસ્ય કલાકાર ચાર્લી ચેપલિન અને તેની ચોથી પત્ની ઉના ઓ'નીલની પુત્રી જોસેફfન ચેપલિનનુ પેરિસમાં નિધન થયું છે. તેમના પરિવારે હાલમાં જ લોકોને આ સમાચાર આપ્યા છે.
74 વર્ષીય જોસેફિન ચેપલિને પિયર પાઓલો પાસોલિનીની 'ધ કેન્ટરબરી ટેલ્સ' સહિત ઘણી પ્રખ્યાત ફિલ્મોમાં અભિનય કર્યો હતો. જો કે જોસેફિન ચેપલિનના મૃત્યુનું કારણ જાણી શકાયું નથી.

જોસેફિન ચેપલિન કોમેડી સ્ક્રીનના દિગ્ગજ ચાર્લી ચેપલિનના 11 બાળકોમાંથી છઠ્ઠા અને નોબેલ પારિતોષિક વિજેતા નાટ્યકાર યુજેન ઓ'નીલની પુત્રી ઉના ઓ'નીલના આઠ બાળકોમાંથી ત્રીજા અને પ્રસિદ્ધ અભિનેત્રી હતી.
તમને જણાવી દઈએ કે ચાર્લી ચેપલિને વર્ષ 1943માં ઉના ઓ'નીલ સાથે લગ્ન કર્યા હતા. ચૅપલિનના કાર્યાલયના જણાવ્યા મુજબ, મૂક ફિલ્મોના સ્ટાર ચાર્લી ચૅપલિને ઉના ઓ'નીલ સાથે લગ્ન કર્યા ત્યારે અભિનેત્રી માત્ર 18 વર્ષની હતી જ્યારે હાસ્ય કલાકાર ચાર્લી ચૅપલિન 53 વર્ષના હતા.
સ્વર્ગસ્થ અભિનેતા ચાર્લી ચેપલિનની પુત્રી જોસેફિન ચેપલિનને જન્મ માર્ચ 1949માં કેલિફોર્નિયાના સાન્ટા મોનિકામાં થયો હતો. એક અભિનેત્રી તરીકે, તેણે મેનાહેમ ગોલાનની ફિલ્મ 'એસ્કેપ ટુ ધ સન' થી અભિનયની શરૂઆત કરી. દિવંગત અભિનેત્રી જોસેફિન ચેપલિને બે વાર લગ્ન કર્યા હતા.
તેના પહેલા પતિ ગ્રીક બિઝનેસમેન નિક્કી સિસ્ટોવરિસ હતા. તેને છૂટાછેડા આપ્યા પછી, જોસેફિન ચેપલિને પુરાતત્વવિદ્ જીન-ક્લાઉડ ગાર્ડિન સાથે લગ્ન કર્યા. અહેવાલ છે કે જોસેફિન થોડો સમય તેના સહ-અભિનેતા રોનેટ સાથે પણ રહેતી હતી.












Click it and Unblock the Notifications
