કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર જ લોહીથી લથબથ થઈ ગઈ મોડેલ, જાણો શું છે પુરી ઘટના?
દુનિયાભરમાં હાલ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની ધમાલ ચાલી રહી છે. કાન્સમાં દુનિયાભરની હસીનાઓ ખૂબસૂરતીનો જાદુ ફેલાવી રહી છે. આ તમામ ઘટનાઓ વચ્ચે રેડ કાર્પેટ પર એક મોડેલ લોહીથી લથબથ જોવા મળી હતી.
સમાચારો અનુસાર, રેડ કાર્પેટ પર એક મોડેલ યુક્રેન યુદ્ધને લઈને રશિયાનો વિરોધ કરતી જોવા મળી હતી. આ મોડેલ રેડ કાર્પેટ પર પહોંચી હતી અને બનાવટી લોહીના ફુગ્ગા ફોડીને લોહીથી લથબથ થઈ ગઈ હતી.

ફ્રેન્ચ ફિલ્મ ડાયરેક્ટર જસ્ટ ફિલિપોડની ફિલ્મ એસાઇડના સ્ક્રિનિંગ દરમિયાન પેલેસ ડેસ ફેસ્ટિવલની સીડીઓ પર આ લોહીલુહાણ મહિલાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ મહિલા યુક્રેનનો રાષ્ટ્ર ધ્વજ પહેરીને ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી હતી અને મીડિયાના કેમેરા સામે જ તે ઇવેન્ટમાં પ્રવેશી હતી. યુક્રેન યુદ્ધને લઈને રશિયાનો આ અનોખો વિરોધ વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ વીડિયોમાં આ મહિલા કેમેરા તરફ આવીને સ્માઈલ કરતી જોવા મળી રહી છે. ત્યારબાદ તે સીડીઓ ઉપર ઉભી રહે છે અને નકલી લોહી કાઢીને પોતાની ઉપર રેડે છે અને લથબથ થઈ જાય છે. આ દ સુરક્ષાકર્મીઓ તેને ત્યાંથી લઈ જાય છે.
At the Cannes Film Festival, a brave young lady dressed in the colors of Ukraine doused herself in fake blood. She did it on the red carpet before the screening of the Russian film "Acid". The security service quickly ran up to her and rushed her away. 🇺🇦💙💛… pic.twitter.com/rqx2CNlJ0N
— Snodgrass (@Snodgrass9876) May 22, 2023
અહેવાલો અનુસાર, કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના નિર્દેશક થિયરી ફ્રેમોક્સે ગયા અઠવાડિયે ઇવેન્ટ પહેલાં કહ્યું હતું કે આ ઇવેન્ટ યુક્રેનના સપોર્ટમાં છે.
અહીં તમને એ પણ જણાવી દઈએ કે, ફેસ્ટિવલના ઉદઘાટનમાં ફ્રેન્ચ અભિનેત્રી કેથરીન ડેન્યુવે યુક્રેનિયન કવિ લેસિયાની કવિતા હોપનું પઠન કરીને યુદ્ધના પીડિતોને શ્રદ્ધાંજલિ આપી હતી.
ધ ટેલિગ્રાફના અહેવાલ મુજબ, ગયા વર્ષે રશિયન સરકાર સાથે સંકળાયેલી રશિયન પ્રતિનિધિમંડળ અથવા ફિલ્મ કંપનીઓ પર પ્રતિબંધ લાગુ થયા પછી રશિયનોને આ વર્ષે ઇવેન્ટમાં હાજરી આપવાની મંજૂરી નથી આપવામાં આવી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
