ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસરે પોતાની આસિસટન્ટને જ બનાવી હવસનો શિકાર, પોલિસે કરી ધરપકડ
ગુજરાતી ભાષામાં ફિલ્મો તેમજ વેબ-સીરિઝ બનાવનાર એક પ્રોડ્યુસરની બળાત્કાર કેસમાં ધરપકડ કરવામાં આવી છે.
વડોદરાઃ ગુજરાતી ભાષામાં ફિલ્મો તેમજ વેબ-સીરિઝ બનાવનાર એક પ્રોડ્યુસરની બળાત્કાર કેસમાં ધરપકડ કરવામાં આવી છે. મૂળ સાવલીના ચંદ્રનગરના રહેવાસી ફિલ્મ પ્રોડ્યુસર દીપ પટેલ સામે તેની મહિલા આસિસટન્ટે પોલિસ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલિસે દીપ પટેલને પકડ્યો છે. મહિલા આસિસટન્ટ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ દીપે પોતાના એક રૂમમાં બોલાવીને તેને બંધક બનાવી લીધી અને રાતે દુષ્કર્મ કરતો રહ્યો. સવાર પડતા તે ત્યાંથી ગમે તેમ કરીને છૂટી અને ત્યારબાદ પોલિસને જણાવ્યુ.

પોલિસે જણાવ્યુ કે ફિલ્મ પ્રોડ્યુસર દીપ પટેલ પર એક હોટલમાં યુવતીને બંધક બનાવીને રેપ કરવાના આરોપ લાગ્યા હતા. એ યુવતી તેની આસિસટન્ટ હતી જેને તે 13 હજાર રૂપિયા આપતો હતો. બાદમાં પૈસા આપવાની ના પાડી દીધી. તે માંગવા લાગી તો તેને મળવા માટે બોલાવી. વેતન આપવાના બહાને હોટલમાં બળજબરીથી દુષ્કર્મ કર્યુ. એટલુ જ નહિ યુવતીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જાણવા મળ્યુ છે કે દીપ એક ખેડૂતનો દીકરો છે અને તે છેલ્લા ત્રણ વર્ષથી વડોદરાના કલાલી વિસ્તારમાં રહેતો હતો. તે નાની-મોટી ફિલ્મો પ્રોડ્યુસ કરવા લાગ્યો. હાલમાં તે વડોદરાની નાઈટ લાઈફ પર એક વેબ સીરિઝ પણ બનાવી રહ્યો હતો.
એક મહિના પહેલા જ તેણે 13 હજાર રૂપિયાના વેતન પર એક મહિલા આસિસટન્ટને અપોઈન્ટ કરી હતી. એક મહિનો નોકરી કરાવ્યા બાદ તેનુ વેતન આપવામાં આનાકાની કરવા લાગ્યો. બાદમાં વેતન આપવાના બહાને તેણે સયાજીગંજ સ્થિત એક હોટલમાં બોલાવી. જ્યાં ઘટનાને અંજામ આપ્યો. સવાર પડ્યા બાદ તે યુવતી જેમ-તેમ કરીને તેની ચુંગાલમાંથી છૂટી. તેણે પોતાના પરિવારને ઘટનાની માહિતી આપી. ત્યારબાદ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી. બાદમાં મેડિકલ ચેકઅપ થયુ અને દુષ્કર્મની પુષ્ટિ થયા બાદ પોલિસે થોડાક જ કલાકોમાં દીપ પટેલને પકડી લીધો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
