વિશ્વના ૧૪૨ રાષ્ટ્રોના કરાયેલા સર્વેમાં ગુજરાત ૧૫ ક્રમાંકે
ગાંધીનગર, 2 નવેમ્બર: ગુજરાતની વિકાસગાથામાં વધુ એક મોરપિચ્છનો ઉમેરો થયો છે, દેશનાં આર્થિક પાટનગર બાદ હવે ગુજરાતની ઓળખ દેશનાં સોશ્યલ પાટનગર તરીકે પ્રસ્થાપિત થઇ છે. વિશ્વના ૧૪૨ રાષ્ટ્રોના કરાયેલા સર્વેમાં ગુજરાતને ૧૫મું સ્થાન મળ્યું છે.

સ્વતંત્ર, બિન પક્ષપાતી, પબ્લિક પોલીસી સાથે સંકળાયેલી લંડન સ્થિત લેગ્થમ ઇન્સ્ટીટ્યુટ દ્વારા વિશ્વના ૧૪૨ રાષ્ટ્રોનો સર્વે કરવામાં આવ્યો હતો. લેગ્થમ ઇન્સ્ટીટ્યુટએ સ્વતંત્ર પબ્લીક પોલીસી સાથે સંકળાયેલી બિન પક્ષપાતી સંસ્થા છે. રાજકારણ, અર્થશાસ્ત્ર, સાંસ્કૃતિ અને ફીલોસફી જેવા મુદ્દાઓ ને ધ્યાનમાં રાખીને સર્વે કરે છે. વિશ્વના ૧૪૨ રાષ્ટ્રોમાં ગુજરાતને ૧૫મો ક્રમાંક પ્રાપ્ત થયો છે. જ્યારે આ સર્વેમાં ભારતનો ક્રમ ૧૩૮મો છે અને ઉત્તરાખંડનો બેલ્જીયમની સાથે ૧૮ મો ક્રમાંક છે.
વિશ્વના વિકસિત ગણાતા ઘણા રાષ્ટ્રોને પાછળ મુકીને ગુજરાતે વિકસિત રાષ્ટ્ર જર્મની સાથે ૧૫ મો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. લેગ્થમ ઇન્સ્ટીટયુટ દ્વારા કરાયેલ આ સર્વે ઉપલબ્ધ રાષ્ટ્રીય સંપતિ અને વ્યક્તિગત સુખાકારી સંદર્ભે રાષ્ટ્રીય સમૃદ્ધિ પર આધારીત છે. જે વિશ્વની ૯૬ ટકા વસ્તી અને ૯૯ ટકા ગ્લોબલ જીડીપીને આવરી લે છે.
અર્થતંત્ર, શિક્ષણ, સાહસો અને તેની તક ગર્વન્સ, આરોગ્ય, વ્યક્તિગત સ્વતંત્રતા, સુરક્ષા અને સલામતી સામાજીક મૂડી, આમ આઠ કેટેગરીને ધ્યાનમાં લઈને વિશ્વના ૧૪૨ રાષ્ટ્રોની આ સર્વેમાં સરખામણી કરવામાં આવી હતી.
સામાજીક મૂડી એ સમૃદ્ધિ માટેનું સૌથી મહત્વનું ઘટક છે. તે સમાજના નાગરિકોના આંતરિક વિશ્વાસ અને ધર્માદા વર્તનનો સંચય છે જેમાં સામાજિક અને સમુદાય જેવા પરિબળોનો સમાવેશ થાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
