ભાવનગરનો શેત્રુંજી ડેમ ચોથી વખત ઓવરફ્લો, 59 દરવાજા ખોલવામાં આવ્યા, 17 ગામોને કરાયા એલર્ટ
Bhavnagar News: આજે વહેલી સવારથી જ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં મેઘરાજા મહેરબાન થયા છે. જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. ભાવનગર જિલ્લાનો સૌથી મોટો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો છે. ડેમના 59 દરવાજા બે ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા 17 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. બીજી તરફ, મહુવા તાલુકામાં પણ ભારે વરસાદ વરસતા ગરાસવો નદી ગાંડીતૂર બની છે.

Shetrunji Dam: ભાવનગર જિલ્લામાં પડેલા વરસાદના કારણે શેત્રુંજી ડેમમાં 15,340 ક્યુસેક પાણીની આવક અને તેની સામે જાવક શરૂ છે. સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ જે વધુ એક વખત 100 ટકા ભરાઈ જતા 59 દરવાજા ખોલવામાં આવ્યા છે. પાલીતાણા અને તળાજા તાલુકાના અસરગ્રસ્ત ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
પાલીતાણા તાલુકાના રાજાસ્થળી, લાપાળીયા, લાખાવાડ, માયધાર અને મેઢા ગામને એલર્ટ કરાયા છે. તેમજ તળાજા તાલુકાના ભેગાળી, દાત્રડ, ગોરખી, લીલીવાવ, તરસરા, ટીમાણા, સેવાળીયા, રોયલ, માખણીયા, તળાજા અને સરતાનપર ગામને એલર્ટ કરાયા છે.
રાજ્યમાં દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ
Gujarat Weather: રાજ્યમાં ભારે વરસાદની આગાહીના પગલે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. રાજ્યના સમગ્ર દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. હવામાન વિભાગે 5 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે.
રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
એક સાથે 5 સિસ્ટમ સક્રિય થતા હજુ પણ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે તેમ હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે માધ્યમથી ભારે વરસાદની સંભાવના છે.
જૂનાગઢના મેંદરડામાં સૌથી વધુ 12.5 ઈંચ વરસાદ વરસ્યો
જૂનાગઢના વંથલી, મેંદરડા, કેશોદમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. આજે મેંદરડામાં સૌથી વધુ 12.5 ઈંચ વરસાદ વરસતા શહેર બેટમાં ફેરવાયું છે. વરસાદના કારણે જૂનાગઢમાં નવ રસ્તા બંધ કરવામાં આવ્યા છે. જૂનાગઢમાં નીચાણવાળા 52 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. માણાવદર-વંથલી તાલુકાના 35 ગામનો સંપર્ક તૂટ્યો છે. મેંદરડામાં ભારે વરસાદને પગલે જૂનાગઢ-મેંદરડા રોડ બંધ કરવામાં આવ્યો છે. રસ્તો પર પાણી ફરી વળ્યા છે.
જૂનાગઢના મેંદરડામાં 4 કલાકમાં મૂશળધાર 10 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદના પગલે તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.
રાજ્યમાં અત્યારસુધીમાં સરેરાશ 68.91% વરસાદ નોંધાયો
Gujarat Rain: જેમાં સૌથી વધુ 72% વરસાદ દક્ષિણ ગુજરાતમાં જ્યારે ઉત્તર ગુજરાતમાં 71%, કચ્છમાં 70%, પૂર્વ મધ્યમાં 69% જ્યારે સૌરાષ્ટ્રમાં 63 %થી વધુ સરેરાશ વરસાદ નોંધાયો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી





Click it and Unblock the Notifications
