જાણીતા અભિનેત્રી નંદાનું નિધન : સગપણ થયાં, પણ લગ્ન નહીં!
મુંબઈ, 25 માર્ચ : બૉલીવુડ જગત માટે એક શોકના સમાચાર છે. મંગળવારે સવારે વીતેલા જમાનાના જાણીતા અભિનેત્રી નંદાનું અહીં નિધન થઈ ગયું. તેઓ 75 વર્ષના હતાં અને ઘણા સમયથી બીમાર હતાં. દેવ આનંદ, શશિ કપૂર, રાજેશ ખન્ના તથા અમિતભ બચ્ચન જેવા અભિનેતાઓ સાથે કામ કરનાર નંદાએ બૉલીવુડને અનેક બહેતરીન ફિલ્મો આપી છે.
8મી જાન્યુઆરી, 1939ના રોજ મરાઠી પરિવારમાં જન્મનાર નંદાના પિતા માસ્ટર વિનાયક એક જાણીતા અભિનેતા હતાં. નંદાને અભિનય વારસાગત મળ્યો હતો. જોકે નંદાના માથેથી પિતાનો હાથ બહુ વહેલો ઉઠી ગયો હતો. આર્થિક કારણોસર નંદાએ માત્ર 8 વર્ષની ઉંમરે જ ફિલ્મોમાં આવવુ પડ્યું. નંદાએ હમ દોનોં, તીન દેવિયાં, જબ જબ ફૂલ ખિલે, ઇત્તફાક, પ્રેમ રોગ જેવી યાદગાર ફિલ્મોમાં કામ કર્યું છે.
ચાલો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

બેબી નંદા કપૂર પરિવારની નજીક
બેબી નંદાના નામે જાણીતા અભિનેત્રી નંદા કપૂર ખાનદાનની બહુ નજીક મનાતા હતાં.

સગપણ થયા, લગ્ન નહીં
નંદા અપરિણીત રહ્યા હતાં. નંદાના સગપણ ફિલ્મ નિર્માતા મનમોહન દેસાઈ સાથે થયા હતાં, પરંતુ સગપણના થોડાક જ દિવસ બાદ મનમોહન સિંહનું બિલ્ડિંગ ઉપરથી પડી જતા આકસ્મિક મોત થઈ ગયુ હતું. તેથી નંદાએ ક્યારેય લગ્ન અંગે વિચાર્યું નહીં.

શશિ સાથે સૌથી હિટ
નંદા અને શશિ કપૂરની જોડી સૌથી સફળ રહી હતી. આ જોડીએ આઠ સફળ ફિલ્મો આપી હતી કે જેમાં જબ જબ ફૂલ ખિલેનો સમાવેશ થાય છે.

બીમાર હતા નંદા
નંદા છેલ્લા ઘણા સમયથી બીમાર હતાં. તેઓ 75 વર્ષના થઈ ચુક્યા હતાં.

નંદાની ચિરવિદાય
નંદાએ આજે સવારે છેલ્લો શ્વાસ લીધો.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
