Toxic Teaser Release: 'ટોક્સિક'નું ધમાકેદાર ટીઝર રિલીઝ, દમદાર અવતારમાં પાછો ફર્યો KGF સ્ટાર Yash
Toxic Teaser Release: કન્નડ સુપરસ્ટાર અને 'KGF' ફેમ યશે આજે પોતાના 40મા જન્મદિવસે ચાહકોને સૌથી મોટી ભેટ આપી છે. લાંબા સમયની પ્રતીક્ષા બાદ તેની આગામી ફિલ્મ 'ટોક્સિક: અ ફેયરી ટેલ ફોર ગ્રોન અપ્સ' (Toxic: A Fairy Tale For Grown Ups) નું શાનદાર ટીઝર આજે 8 જાન્યુઆરી 2026ના રોજ રિલીઝ કરવામાં આવ્યું છે.

ટીઝરમાં 'રાયા'નો ઇન્ટેન્સ લુક
આશરે 2 મિનિટ અને 51 સેકન્ડના આ ટીઝરમાં યશ પોતાના અત્યાર સુધીના સૌથી ડાર્ક અને ઇન્ટેન્સ અવતારમાં જોવા મળી રહ્યો છે. ફિલ્મમાં તેના પાત્રનું નામ 'રાયા' છે. ટીઝરની શરૂઆત એક સ્મશાન ઘાટના દ્રશ્યથી થાય છે, જ્યાં માતમ છવાયેલો છે, પરંતુ યશની એન્ટ્રી થતા જ આખું વાતાવરણ તોફાનની જેમ બદલાઈ જાય છે. યશનો આ નવો લુક સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
ગ્લોબલ લેવલનું જોવા મળશે કનેક્શન
નેશનલ એવોર્ડ વિનર ડિરેક્ટર ગીતુ મોહનદાસના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ માત્ર ભારત જ નહીં, પરંતુ ગ્લોબલ ઓડિયન્સને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. ટીઝર જોઈને સ્પષ્ટ થાય છે કે આ એક હાઈ-લેવલ પેન-ઈન્ડિયા પ્રોજેક્ટ છે જેમાં ઇન્ટરનેશનલ ટચ આપવામાં આવ્યો છે.
5 દિગ્ગજ અભિનેત્રીઓની ઝલક
'ટોક્સિક'ની બીજી ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં એક કે બે નહીં, પણ 5 મોટી અભિનેત્રીઓ જોવા મળશે. અગાઉ રિલીઝ થયેલા પોસ્ટર્સમાં કિયારા અડવાણી, નયનતારા, તારા સુતારિયા, રૂક્મિણી વસંત અને હુમા કુરેશીની ઝલક જોવા મળી હતી. આ તમામ અભિનેત્રીઓ ફિલ્મમાં ખૂબ જ પડકારજનક ભૂમિકા ભજવવાની છે.
બોક્સ ઓફિસ પર સૌથી મોટી ટક્કર?
યશની આ ફિલ્મ 19 માર્ચ 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. મહત્વની વાત એ છે કે આ જ દિવસે આદિત્ય ધરની ફિલ્મ 'ધુરંધર 2' પણ રિલીઝ થઈ રહી છે. ટ્રેડ એક્સપર્ટ્સનું માનવું છે કે 'KGF 2' બાદ યશની આ ફિલ્મ બોક્સ ઓફિસના તમામ જૂના રેકોર્ડ તોડી શકે છે.
4 વર્ષ બાદ પડદા પર વાપસી
'KGF: ચેપ્ટર 2' ની ઐતિહાસિક સફળતા બાદ યશ લગભગ 4 વર્ષથી મોટા પડદાથી દૂર હતો. હવે 'ટોક્સિક' દ્વારા તે ફરીથી સિલ્વર સ્ક્રીન પર તહેલકો મચાવવા તૈયાર છે. ટીઝર રિલીઝ થતાની સાથે જ થોડી મિનિટોમાં લાખો વ્યૂઝ મળી રહ્યા છે, જે યશની લોકપ્રિયતાની સાબિતી આપે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
